તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાણવડમાં જગ્યાના અભાવે મેળો નહીં યોજાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાણવડમાં પ્રસિધ્ધ ભીડભંજન મંદિરે શ્રાવણ માસ દરમિયા લોકમેળાનું આયોજન કરવામાં આવતું હતું.પરંતુ તે જગ્યા પર દબાણો થતા મેળા યોજાવાનું બંધ થયું છે. રણજીતપરામાં આવેલ દુધેશ્વર મંદિર પાસે પણ વિશાળ જગ્યાનો અભાવે મનોરંજન માટે ચકરડી કે ખાણીપીણીના સ્ટોલના સાધનો પણ ઉપલબ્ધ બની શકતા નથી.શહેરીજનોમાં માંગ ઉઠી છે કે,સ્થાનિક જવાબદાર તંત્ર તેમજ ઉચ્ચતંત્ર દ્વારા હકારાત્મક વલણ અપનાવીને શહેરીજનો તેમજ આસપાસના ગામડાના લોકોના હિતાર્થે અન્ય જગ્યાએ લોકમેળા માટે જગ્યા ફાળવીને શ્રાવણી મેળાનું આયોજન કરવું જોઇએ.

ભાણવડ પાલિકાના પ્રમુખ જ્યાત્સનાબેન સાગઠીયાએ જણાવ્યું હતું કે, ભીડભંજન ટ્રસ્ટ પાસેની જગ્યા પર 25 જેટલા ઝૂંપડાઓ બાંધીને તેમનું જીવન ગુજારી રહ્યાં છે.જેને ખસેડીને માનવતા વિરૂધ્ધનું કાર્ય યોગ્ય જણાતું નથી.જેથી ભાણવડની આસપાસ નવી જગ્યા તંત્ર દ્વારા ફાળવવામાં આવે તો મેળાનું આયોજન થઇ શકે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...