તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાંટવા એસબીઆઇમાં ટોકન સિસ્ટમ શરૂ કરાતાં લોકો હેરાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાંટવાએસબીઆઇમાં ટોકન સિસ્ટમ શરૂ કરાતાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી પધ્ધતિ નાબુદ કરવાની માંગ કરવામાં આવી છે. બાંટવા એસબીઆઇમાં છેલ્લા આઠ મહિનાથી ટોકન સિસ્ટમ શરૂ કરાઇ છે અને બેંકમાં કામ સબબ આવતાં લોકોને ટોકન નંબર આપવામાં આવે છે અને નાણા ઉપાડવામાં તો ટોકન પધ્ધતિ બરાબર છે પણ બેલેન્સ ચેક કરાવવું, આધારકાર્ડ લીંક કરાવવું, પુછપરછ કરવા સહિતની બાબતોમાં પણ ટોકન અપાય છે. જેથી લોકોના સમયનો વેડફાટ થઇ રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તારના લોકોને પધ્ધતિનો ખ્યાલ હોવાથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને કલાકો સુધી બેસી રહેવું પડે છે. પધ્ધતિ રદ કરવામાં આવે તો લોકોને પડતી મુશ્કેલીઓ દૂર થઇ શકે છે.

ગ્રામ્ય વિસ્તારના લોકોને કલાકો સુધી બેઠા રહેવું પડે છે

અન્ય સમાચારો પણ છે...