તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Junagadh
 • Bantwa
 • બાંટવામાં ભૂગર્ભ ગટરનાં કામ પછી રસ્તા સમથળ થતાં ઠેર ઠેર ખાડા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાંટવામાં ભૂગર્ભ ગટરનાં કામ પછી રસ્તા સમથળ થતાં ઠેર-ઠેર ખાડા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બાંટવાશહેરમાં પણ અન્ય શહેરોની જેમ ભુગર્ભની કામગીરી બાદ રસ્તાઓની હાલત બદતર બની ગઇ છે અને તેમા પણ ગટરનાં ખોદકામ બાદ રસ્તાઓ સમથળ થવાનાં કારણે અને ભુગર્ભગટર બાખ ખુલ્લી મુકાયેલી જગ્યાએ ઢાંકણા દેવાતા હાલ મોટા ભાગનાં રસ્તાએા પર મોતનાં ખાડા જોવા મળી રહ્યા છે. તેમજ વરસાદ બાદ કિચડનું પણ સામ્રાજ્ય જામ્યું છે. ત્યારે આટલું થવા છતાં પણ તંત્ર ધ્યાન આપી બેદરકારી દાખવી રહ્યું છે.

અંગેની સુત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ બાટવામાં પણ ભુગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ કામગીરી યોગ્ય રીતે થતાં અને તેમા બેદરકારી દાખવાતા હાલ તેનો ભોગ શહેરીજનો બની રહ્યા છે અને ભુગર્ભગટરની કામગીરી પછી રસ્તા સમથળ કરવામાં આવતા હાલ શહેરનાં જાહેરમાર્ગો ઉપર મોટા ખાડા પડી ગયા છે અને તેમા પણ વરસાદ પડતા કિચકાણ થવાથી વાહનો સ્લીપ થવાની ઘટનાઓ દિન-પ્રતિદીન વધી રહી છે. તો બીજી તરફ તંત્ર દ્વારા પણ મોનસુન કામગીરી કાગળ પર કરવામાં આવી હોય તંત્ર રસ્તાઓની હાલત પરથી સ્પષ્ટ થઇ રહ્યું છે. સમસ્યા ખાસ કરીને બાંટવાનાં મુખ્યમાર્ગો જેવા કે રાજ્યરાયી શીવાજીચોક, આશાચોકથી તળાવ વિસ્તાર, હવેલીચોક, વી.પી.રોડ, આઝાદચોકથી શાકમાર્કેટ, ભીમનાથ નગર રોડ અને પાજોદ રોડ જેવા મુખ્ય માર્ગો પાડાઓમાં ફેરવાઇ ગયા છે અને મગરમચ્છની પીઠ જેવા બની ગયા છે અને જેને કારણે છાસવારે નાના મોટા અકસ્માતો રહ્યા છે અને તંત્ર દ્વારા કોઇ નક્કર આયોજન કરતા તેનો ભોગ શહેરીજનો બની રહ્યા છે અને સમસ્યાનો નિકાલ ગાય તેવી માંગ ઉઠી રહી છે.

શહેરનાં મોટા ભાગનાં રસ્તાઓ પર યોગ્ય ભુગર્ભ ગટરની કામગીરીનાં અભાવે ઠેર-ઠેર મોટા ખાડા જોવા મળે છે અને વરસાદ પછી કિચળનું સામ્રાજ્ય જામતા હાલ બાળકોને સ્કુલે જવામાં મુશ્કેલી પડી રહી છે અને સાથે વાલીઓને પણ આજ સમ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે હાલ રસ્તાઓનાં વાંકે બાળકોનું શિક્ષણ બગડે તેવી સ્થિતી છે. તસવીર- અર્જૂન કરમટા

બાળકોને સ્કુલે જવું બન્યંુ મુશ્કેલ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો