તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાંટવામાં ન.પા. દ્વારા વ્યવસાય વેરો વસુલવા ઝુંબેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાંટવામાંનગર પાલિકા દ્વારા વેપારીઓ તેમજ પાસેથી વ્યવસાય વેરો તેમજ મિલ્કત ધારકો પાસેથી પણ બાકીવેરો વસુલવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

અંગેની મળતી વિગત મુજબ બાંટવા નગરપાલિકા દ્વારા વેપારીઓને 2016-17નો વ્યવસાય વેરો 30 સપ્ટેમ્બર સુધીમાં ભરી જવા જણાવાયું છે અને સમય મર્યાદા વિતયે વેપારની ભરપાઇ નહીં કરાઇ તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું ચીફ ઓફીસર કે.ડી.કોડીયાતરે જણાવ્યું હતુ. તેમજ નવા વ્યવસાય ધારકોએ પણ શોપ લાઇસન્સ કઢાવી લેવા અને દરેક મિલ્કત ધારકોને પણ પાણીવેરો, સફાઇ વેરો સહીતનાં બાકી વેરા ભરી જવા પણ જણાવાયું છે. આમ પાલિકાએ વેરો ઉઘરાવવાની કામગીરી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...