તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાંટવા પંથકમાં મુંડાથી પાક નિષ્ફળ, વળતર ચૂકવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડુતો ઉપર માઠી દશા બેઠી

વર્ષમગફળીનાં પાકમાં મુંડા (ઇયળ)નો ઉપદ્રવ વધી જતા ખેતરો ખાલી થવા લાગ્યા છે અને ખેડુતો ચિંચીત બન્યા છે ત્યારે બાંટવા પંથકમાં પણ મુંડા નામની જીવાતે કહેર વરસાવ્યો હોય તેમ પાક વીમો ધીમે સુકાવા લાગ્યો છે જેથી સર્વે કરી વળતર ચુકવવામાં આવે તેવી માંગ કીસાન સંઘ દ્વારા કરવામાં આવી છે. બાંટવા તાલુકામાં ખેડુતોએ મગફળીનાં પાકનું વાવેતર કર્યું હતુ. પરંતુ તેમાં ઉગાવાની સાથે મુંડા નામની જીવાત ખેતરોમાં જોવા મળી હતી જે પાકને મોટુ નુકશાન પહોંચાડતા ખેડુતોએ મોંઘીદાટ દવાઓનો છંટકાવ કરવાનું શરૂ કર્યું હતુ તેમ છતાં રોગને કાબુમાં લઇ શકાયો નથી અને નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે જેથી ખેડૂત અગ્રણી અને બાંટવા કિસાન સંઘનાં પ્રમુખ જગુભાઇ વાઢેરે ખેડુતોને વળતર ચુકવવામાં આવે તેવી માંગ સાથે ઉચ્ચકક્ષાએ રજુઆત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ ઓછા વરસાદથી બોર અને કુવાઓમાં નહીંવત નવાનીરની આવક થઇ છે જેથી શિયાળુ ઉત્પાદન પણ નહીં મેળવી શકાય.

વહેલી તકે સર્વેની કામગીરી હાથ ધરો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો