તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Bantwa
  • Bantwa બાંટવા સરકારી હાઇસ્કુલનાં શિક્ષકને રાજ્ય કક્ષાનો આઇસીટી એવોર્ડ એનાયત કરાયો

બાંટવા સરકારી હાઇસ્કુલનાં શિક્ષકને રાજ્ય કક્ષાનો આઇસીટી એવોર્ડ એનાયત કરાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાંટવા | શિક્ષણમાં આઇસીટીનાં ઉપયોગ કરવા બદલ બાંટવા સરકારી હાઇસ્કુલનાં શિક્ષકને રાજ્યકક્ષાનો એવોર્ડ એનાયત કરાયો છે. સરકારી ગુજરાતી હાઇસ્કુલ બાંટવામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં ડો.કૃણાલભાઇ પંચાલે પોતાની યુ-ટ્યુબ ચેનલ શરૂ કરી એજ્યુકેશન સફરનાં માધ્યમથી જીવન પ્રેરક પ્રસંગોની રજૂઆત કરતા વિડીયો બનાવી મુલ્ય શિક્ષણનો ફેલાવો કરવાનું કાર્ય કર્યુ હતું. જેથી પીએનઆર સોસાયટી ભાવનગર દ્વારા ડો.કૃણાલભાઇ પંચાલને રાજ્યકક્ષાનો આઇસીટી એવોર્ડ એનાયત કરાયો હતો. આ ઉપરાંત રાજ્યનાં આઠ શિક્ષકોને આ એવોર્ડ અપાયા છે. તેમની આ સિદ્ધીને જિલ્લા શિક્ષણાધિકારી બી.એ.કૈલા, આચાર્ય એ.પી.વાણવી સહિતનાએ બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...