તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાંટવા નજીક ખેતરમાંથી દારૂની 103 બોટલ ઝડપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાંટવા પાસે એક ખેતરમાંથી દારૂની 103 બોટલ સાથે એક શખ્સને ઝડપી લેવાયો હતો. જયારે માણાવદરમાં દેશી દારૂ અને બાઇક મુકી બે શખ્સ નાસી ગયાં હતાં.

બાંટવાથી બે કિમી દુર નાનડીયા રોડ પર આવેલા ખેતરનાં કપાસનાં પાકમાં જગદીશ ભગવાનજી રાઠોડે વિદેશી દારૂની 103 બોટલ સંતાડેલી હોય પોલીસે આ સ્થળે રેઇડ કરી દારૂનો જથ્થો, મોબાઇલ સહિત 31,400નો મુદામાલ કબજે કરી જગદીશની અટક કરી હતી. જયારે રેઇડ દરમિયાન કરશન બચુ કોડીયાતર નાસી ગયો હતો. જયારે માણાવદરથી બે કિમી દુર હડમતાળી હનુમાન મંદિર પાછળ પોલીસે રેઇડ કરતાં સાંતલપુરનો સલીમ ગની લાડક સહિતનાં બે શખ્સો બાઇક નં.જીજે-3-બીએન-201 મુકીને નાસી ગયા હતાં. બાઇકની તપાસ કરતાં તેમાંથી દેશી દારૂ મળી આવતાં પોલીસે 26 હજારનો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસે તમામ શખ્સો વિરૂધ્ધ પ્રોહિબીશનનાં ગુના નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...