તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • Bantwa
  • Bantwa બાંટવામાં ભૂગર્ભ ગટરની ચેમ્બરનાં ઢાંકણા જ તૂટી ગયા, ભ્રષ્ટાચારની બૂ

બાંટવામાં ભૂગર્ભ ગટરની ચેમ્બરનાં ઢાંકણા જ તૂટી ગયા, ભ્રષ્ટાચારની બૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાંટવા શહેરમાં લોકોની સુખાકારી માટે લાખોના ખર્ચે ભૂગર્ભ ગટર બનાવાઇ છે. પરંતુ આ કામગીરીમાં મોટાભાગે મટીરીયલ્સ નબળું વપરાયું હોવાનાં આક્ષેપો થઇ રહ્યાં છે. ત્યારે જ ચેમ્બરનાં ઢાંકણા તુટવા લાગતા લોકોએ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. બાંટવામાં અેક વર્ષ પહેલા ભૂર્ગભ ગટરની કામગીરી પૂર્ણ થઇ હતી. બાદમાં વિવિધ જગ્યાએ ચેમ્બરોમાં ઢાંકણા નાખવામાં આવ્યા હતાં. પરંતુ તે અત્યંત નબળા હોવાથી તુટી ગયા હતાં. જેથી જવાબદાર તંત્રએ ફરી વખત નવા ઢાંકણા નાખ્યા હતાં. જે પણ તુટી ગયા છે. જેથી વાહન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે અને છાશવારે અકસ્માતનાં બનાવો બની રહ્યાં છે. જેથી જવાબદારો સામે તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ લોકો કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...