ફટાફટ સમાચાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર| મુળમધ્યપ્રદેશના હાલ મોકર ગામના વાડી વિસ્તારમાં રહેતા મુકેશ કેકડીયા ભીલ રોજીરોટી કમાવવા માટે મોકર ગામના વાલીબેન વેજાભાઈ લગધીરની વાડીએ ખેતમજુરી કરવા આવ્યા હતા. તેની સાથે તેનો 10 વર્ષનો પુત્ર રઘુ મુકેશ ભીલ પણ આવેલો. રઘુના માતા-પિતા મગફળીના પાકમાં કામ કરતા હતા અને રઘુ વાડીએ આવેલા ઓરડીમાં સૂતો હતો ત્યારે તેને ઝેરી જનાવર કરડી જતાં તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.

પોરબંદર| રાણાવાવનાઅમરદડ ગામે રહેતો મેસુર જગા મોરીએ નશો કરેલી હાલતમાં મોટરસાયકલ રાણાવાવના જાંબુવંતી જતા રસ્તે આદિત્યાણા પર ચલાવતા પોલીસે શખ્સને ઝડપી ગુનો નોંધ્યો છે.

રાણાવાવના મોકર ગામે બાળકને સાપે દંશ દીધો

નશાની હાલતમાં બાઈક ચલાવતો શખ્સ ઝડપાયો

અમરેલી | અમરેલીસીટી પોલીસે અહિંના બહારપરામાં રહેતા મિરાજ ઉર્ફે મોન્ટી મધુ ચાવડા નામના યુવકને ગઇરાત્રે જેશીંગપરામાંથી રૂા. 500ની કિંમતની ઇંગ્લીશ દારૂની એક બોટલ સાથે ઝડપી લીધો હતો.

અમરેલીનો યુવાન દારૂની બોટલ સાથે ઝડપાયો

પોરબંદર| પોરબંદરનાછાયા નવાપરા વિસ્તારમાં રહેતી વાચાબેન હરેશભાઈ ભારથીએ પોતાના ઘરમાં સ્વીચ ચાલુ કરવા જતાં જમણા હાથની આંગણી પ્લગમાં અડી જતાં વાચાબેનને શોક લાગતા નીચે પટકાઈ હતી. ઈજા પહોંચેલા વાચાબેનને તાત્કાલીક સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

છાયામાં કિશોરીને વિજશોક લાગતા સારવારમાં ખસેડાઇ

અમરેલી | પીપાવાવમરીન પોલીસે ચાંચ ગામના ધરમશી લખમણ ચૌહાણ નામના શખ્સને રૂા. 2400ની કિંમતની ઇંગ્લીશ દારૂની 12 બોટલ સાથે ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

ચાંચનો શખ્સ દારૂની 12 બોટલ સાથે ઝડપાયો

અમરેલી | વિસાવદરતાલુકાના શાપર ગામના રમેશભાઇ ખોડાભાઇ મકવાણા (ઉ.વ. 27) નામના યુવકને બગસરાના ભીખુ ગોરધનભાઇ ગોંડલીયા નામના પટેલ શખ્સે ઉઘરાણીના મુદે મારી નાખવાની ધમકી આપતા તેણે બગસરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. બન્ને મોટર સાયકલના ડ્રોની સ્કીમ ચલાવતા હોય રમેશની પત્નીના દાગીના પર ભીખુ ગોંડલીયાએ લોન લીધી હતી જે મુદે બોલાચાલી થઇ હતી.

શાપરના યુવકને બગસરાના શખ્સે ધમકી આપી : ફરિયાદ

પૂર્વાનુમાન | આકાશવાદળછાયું અને હળવા વરસાદની સંભાવના

સખી ક્લબ દ્વારા નવરાત્રીને આવકારવા રાસગરબા

પોરબંદર|પોરબંદર શહેરમાંસખી ક્લબ દ્વારા આદ્યશક્તિના નવલા નોરતાને આવકારવા રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ આગામી તા. 30 સપ્ટેમ્બરના સાંજે 5 વાગ્યે, હાથી ટાંકી રોડ, દશા સોરઠીયા વણિક જ્ઞાતિની વાડી ખાતે યોજાશે. નવરાત્રીની પૂર્વ સંધ્યાને યોજાનાર કાર્યક્રમમાં મધુબેન કારીયા, કિરૂબેન છાયા, ચેતનાબેન તિવારીએ સખી ક્લબની બહેનોને ઉપસ્થિત રહેવા એક યાદી પાઠવી છે.

અન્ય સમાચારો પણ છે...