Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
તાલાલામાં સોમવારે મોડી રાત્રે ટોળાનો બસ સળગાવવાનો પ્રયાસ
પોલીસે સાવચેતી દાખવી ચાર બસને વેરાવળ ડેપોમાં મોકલી દીધી
બસસ્ટેશનમાં નાઇટ હોલ્ટમાં રહેલ બસોને સળગાવવા સોમવારે મોડીરાત્રે ટોળુ એકઠું થયુ હોવાના સમાચાર મળતા પોલીસ દોડી ગઇ હતી અને સલામતી ખાતર ચાર બસોને રાત્રે વેરાવળ ડેપો ખાતે મોકલી દેવામાં આવી હતી. ઊના તાલુકાનાં સમઢીયાળા ગામે દલિત યુવાનો .પર કહેવાતા ગૌરક્ષકોએ જાહેરમાં માર માર્યો હોવાનાં બનાવથી વિવિધ વિસ્તારોમાં દલિત સમાજમાં રોષ પ્રસરી ગયો છે. તાલાલા તાલુકામાં દલિત સમાજે ગઇકાલે શાંતિપૂર્ણ આવેદનપત્ર આપેલ. પરંતુ સોમવારે મોડીરાત્રે તાલાલા બસ સ્ટેશનમાં નાઇટ હોલ્ટમાં રહેલ ચાર બસો વેરાવળ-તાલાલા (શટલ), રાજકોટ-તાલાલા, બગસરા-તાલાલા, તાલાલા-માળિયા-જૂનાગઢ હતી. ત્યારે મોટું ટોળું બસ સ્ટેશન પાસે રાત્રીનાં બે વાગ્યા આસપાસ એકઠુ થયેલ અને વેરાવળ-તાલાલા શટર બસને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવેલ પરંતુ પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ અને એસટી વિભાગનાં અધિકારીને જાણ કરી બસોને સલામતી ખાતર વેરાવળ ડેપોમાં રવાના કરવામાં આવેલ સાવરે પણ બે બસો જૂનાગઢ તરફ ગયેલબાકીનાં રૂટોની બસોને રોકાવી પોલીસે પરત મોકલી દીધેલ તાલાલા પંથકમાં બસ સળગાવવાનાં પ્રયાસ થયાની ચર્ચાથી અજંપાભરી સ્થિતી બની ગઇ છે.