તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Bagasara
  • 432 નંગ દારૂની બોટલ અને એક કાર, બે બાઇક મળીને 8.38 લાખનો મુદ્દામાલ કબજે

432 નંગ દારૂની બોટલ અને એક કાર, બે બાઇક મળીને 8.38 લાખનો મુદ્દામાલ કબજે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલીએલ.સી.બી. પી.આઇ એ.પી.પટેલ તેમજ એલ.સી.બી.ટીમે બાતમીનાં આધારેનં જી.જે.7 એઆર. 2606 નંબરની કારમાં ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરાઇ રહી છે. કારને બે શખ્સો દ્વારા મોટરસાયકલ ઉપર પાયલોટીંગ પણ કરાઇ રહ્યું છે તેવી ચોક્કસ બાતમીનાં આધારે ગાવડકા ચોકડીથી બગસરા રોડ ઉપર વોચ ગોઠવતાં બગસરા તરફથી એક મોટર સાઇકલ ઉપર બે ઇસમો પાઇલોટીંગ કરતા નીકળતાં તેમને દબોચી લીધા હતા. પોલીસ પુછપરછમાં મુસ્તાક ઉનડજામ રહે.ડુંગરપુર, જિ.જુનાગઢ, ખીમજી વાંદા બન્ને શખ્સોની કાર આવતી હતી. બાદ અહી વોચમાં શરૂ રહેતાં થોડી વારમાં બગસરા તરફથી બાતમી વાળી કાર રોકી ચેક કરતાં કારમાં દિલાવર બ્લોચ ડુંગરપુર, તા.જી.જુનાગઢ અને પુના વાંદા જુનાગઢ નામના બન્ને શખ્સોને પણ દબોચી લીધા હતા. કારમાંથી ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ-૪૩૨ જે કિં.રૂ.૨,૦૪,૦૦૦/- , બે બાઇક રૂ.૩૦,૦૦૦/- તથા કાર કિં.રૂ.૬,૦૦,૦૦૦/- તથા ઇંગ્લીશ દારૂ કિં.રૂ.૨,૦૪,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૮,૩૮,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...