પતિને સાથી કર્મચારી સાથે અનૈતિક સબંધની ફરિયાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બગસરાની મહિલાએ પતિ સામે કરી રાવ

બગસરાની એક મહિલાએ તેના પતિને સાથી મહીલા કર્મચારી સાથે પત્ની જેવા સબંધો રાખવાની ના પાડતા પતિએ પત્નીને માર મારી મારી નાખવાની ધમકી આપતા બારામાં તેણે પતિ સહીત ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.પતિના સહકર્મચારી સાથેના સબંધના કારણે ગૃહ કલેશની ઘટના બગસરામાં બની હતી. અહીં મેઘાણીનગર શેરી નં. ચારમાં રહેતી નેહાબેન હિરેન મહીડા નામની દલીત મહીલાએ બારામાં પોતાના પતિ હિરેન મુળજીભાઇ મહિડા ઉપરાંત સાસુ હંસાબેન અને સસરા મુળજીભાઇ સામે બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેણે જણાવ્યું છે કે તેના સાસરિયાઓ દ્વારા તેના પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે.

ગઇકાલે તેણે તેના પતિને સાથી મહિલા કર્મચારી સાથે પત્ની જેવા સબંધો રાખવાની ના પાડી હતી જેના કારણે તેનો પતિ ઉશ્કેરાઇ ગયો હતો અને તેને ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી મારી નાખવાની ધમકી આપી હતી.તેના સાસુ અને સસરા દ્વારા પણ તેના પર સતત અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે જેના પગલે તેણે ત્રણેય સામે બગસરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેયની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...