બગસરાના અતિ પછાત એવા જેતપુર રોડ પર આવેલી શાળા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બગસરાના અતિ પછાત એવા જેતપુર રોડ પર આવેલી શાળા નંબર 4માં મેધાણી આવાસ વિસ્તારમાં રહેતા કિન્નર દ્વારા 250 વિદ્યાર્થીઓને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ બાબતે કિન્નર સુનિતાદેએ જણાવ્યું હતું કે સમાજમાં બનતા દરેક સારા પ્રસંગોએ અમે હાજર હોઈએ છીએ અને સમાજ પણ આવા પ્રસંગોએ અમને કંઇકને કંઇક ભેટ આપતો હોય છે, ત્યારે અમારી પણ સમાજ પ્રત્યે ફરજ બને છે કે અમારાથી થઈ શકે તેટલું અમે પણ સમાજને ઉપયોગી બનીએ. જેથી આ પછાત વિસ્તારના બાળકોને ભોજન કરાવી સમાજના ઋણમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરીએ છીએ તેમ જણાવ્યું હતુ. આમ બગસરાના કિન્નર સુનિતાદે દ્વારા થયેલું પ્રેરણાત્મક કાર્ય અનેક લોકો માટે પ્રેરણારૂપ બની ગયું છે. તેમના આ કાર્યમાં તેમના અન્ય સાથીદાર કિન્નરો, મુન્નાભાઈ , હરિભાઈ , કાળુભાઈ, સહિતના મેઘાણી આવાસમાં રહીશોએ મદદ કરી હતી. શાળા નંબર 4 પરિવાર દ્વારા સર્વેનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...