• Gujarati News
  • બગસરા ચલાલામાંથી 197 બોટલ દારૂ ઝબ્બે

બગસરા- ચલાલામાંથી 197 બોટલ દારૂ ઝબ્બે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલીએલસીબીએ પૂર્વ બાતમીના આધારે બગસરા અને ચલાલામાંથી 197 બોટલ ઇંગ્લીશ દારૂ ઝડપી લીધો હતો. તોરી અને બોટાદ પંથકના બે શખ્સો કારમાં અહિં દારૂનો જથ્થો પહોંચાડી ગયા હતાં. પોલીસે બારામાં જુદી જુદી પાંચ વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે. ઉપરાંત ત્રણ લાખથી વધુનો મુદામાલ પણ કબજે લીધો છે. અમરેલી એલસીબી પીઆઇ આર.એન. વિરાણી તથા સ્ટાફને બગસરાના બુરહાનુદીન શબ્બીર નામના યુવકના ઘરમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી. જેના આધારે અરવિંદભાઇ કવાડીયા, સુભાષભાઇ ઘોઘારી, પંકજભાઇ અમરેલીયા વિગેરે સ્ટાફ દ્વારા અહિં દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસના દરોડા દરમીયાન બુરહાનુદિનના ઘરમાંથી રૂા. 30100ની કિંમતની ઇંગ્લીશ દારૂની 120 બોટલ મળી આવી હતી. પોલીસની તપાસમાં દારૂનો જથ્થો વડીયા તાલુકાના તોરી ગામના ચીરાગ ચંદુપરી અને મુળ તોરીના અને હાલમાં નાગલપુર ગામે રહેતા શક્તિ ઉર્ફે શીવરાજ જૈતુ બસીયા નામના શખ્સે કાર મારફત પહોંચાડ્યો હોવાનું ખુલતા બગસરા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધ્યો છે.

બીજી તરફ પોલીસ દ્વારા ચલાલામાં વાહનોની તલાશી લેવાતી હતી તે દરમીયાન કાર નં. જીજે 1 એચ આર 1206ને અટકાવી તલાશી લેતા તેમાંથી રૂા. 26950ની કિંમતની ઇંગ્લીશ દારૂની 77 બોટલો મળી આવી હતી. પોલીસની કાર્યવાહી દરમીયાન જુનાગઢ જીલ્લાના ઇવા ગામનો એક રબારી શખ્સ નાસી છુટ્યો હતો જ્યારે ચલાલાનો અરવિંદ ઘુસા વાળા, શીવરાજ જૈતુ બસીયા અને ચીરાગ ચંદુપરી ઝડપાઇ ગયા હતાં. દારૂના જથ્થાનું નેટવર્ક કેટલા સમયથી ચાલતુ હતું તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે ચલાલામાંથી કાર સહિત 2.76 લાખનો મુદામાલ કબજે લીધો હતો.

દરોડો | એલસીબીએ પાંચને ઝડપી લીધા