તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બગસરામાં વિનામુલ્યે નિદાન, રકતદાન કેમ્પ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુદર્શન નેત્રાલય, અંધત્વ નિવારણ સમિતી, શિવબાબા માનવ સેવા ગૃપ દ્વારા આયોજન

બગસરાશહેરમાં અમરેલીની સુદર્શન નેત્રાલય હોસ્પિટલ તથા જિલ્લા અંધત્વ નિવારણ સમિતીના સહયોગથી શિવબાબા માનવ સેવા ગૃપ બગસરા દ્વારા મુંબઇ નિવાસી કનુભાઇ ગાંઠાણીની 74મી વર્ષગાંઠ નિમીતે તા. 2ને રવિવારે સવારે 9 થી 1 વાગ્યા સુધી વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પનું આયોજન કરાયું છે.

કેમ્પમાં આંખના રોગ જેવા કે મોતીયો, ઝામર, વેલ, પરવાળા, ત્રાંસી આંખ તથા આંખની કીકી, પડદા તથા આંખના તમામ રોગોની આંખના નિષ્ણાંત તબીબો દ્વારા તપાસ કરવામા આવશે. કેમ્પમા મોતિયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીને દિવસે અમરેલી હોસ્પિટલના વાહન દ્વારા લઇ જવામા આવશે અને નેત્રમણી વિનામુલ્યે બેસાડી દેવામા આવશે.

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહયોગથી રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામા આવ્યું છે. દિવસે દંતયજ્ઞનું પણ વિનામુલ્યે આયોજન કરવામા આવેલ છે. દંત વૈદ્ય જયસુખભાઇ મકવાણા સેવા આપશે. અહી એકયુપ્રેશર કેમ્પ પણ યોજાશે જેમા ડો. જાગૃતિબેન ચૌહાણ સારવાર આપશે. કેમ્પ લાલચંદકાકાના બાલમંદિર ખાતે યોજાશે. વધુ માહિતી માટે સંયોજક પંકજભાઇ ગાંગડીયાનો સંપર્ક કરવા જણાવાયું છે. નિદાન કેમ્પમાં નિષ્ણાંત તબીબો દ્વારા સેવા પુરી પાડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...