તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બગસરામાં સમયસર વરસાદ પડતા ખેડૂતો મુંઝવણમાં મુકાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અનેક ગામમાં કપાસ સહિતના પાકને નુકસાનની ભિતી

બગસરાપંથકમા સમયસર વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમા મુકાયા છે. અહી થોડા દિવસો પહેલા અમુક ગામોમા મેઘમહેર થઇ હતી પરંતુ મોટાભાગના ગામોમા હજુ સુધી સારો વરસાદ પડયો હોય પાક નિષ્ફળ જતા ખેડૂતોને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.

જગતનો તાત મેઘરાજા મનમુકીને વરસી પડે તેવી આશ લઇને બેઠો છે. અગાઉ ખેડૂતોએ કપાસ સહિત પાકનુ વાવેતર કરી દીધુ પરંતુ બાદમા વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક નિષ્ફળ જતા ખેડૂતો મુશ્કેલીમા મુકાયા છે. અહી થોડા દિવસો પહેલા અમુક ગામોમા અડધાથી લઇ એકાદ ઇંચ સુધીનો વરસાદ પડયો હતો. જો કે બાદમા વરસાદ ખેંચાતા સૌ કોઇ ચિંતામા પડી ગયા છે.

થોડા દિવસથી પવનની ગતિ પણ વધુ રહેતી હોય કપાસના પાકને નુકશાની થઇ રહી છે. બગસરા પંથકમા મેઘરાજા મનમુકીને વરસી પડે તેવી સૌ કોઇ પ્રાર્થનાઓ પણ કરી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા અનેક ગામોમા વાવણી લાયક વરસાદ પડી જતા ખેડૂતોએ કપાસ સહિતના પાકનુ વાવેતર કરી નાખ્યું હતુ પરંતુ હાલ વરસાદ ખેંચાતા પાક નિષ્ફળ જવાની ભિતી ખેડૂતોને સતાવી રહી છે. અમરેલી જિલ્લામાં વરસાદ થયો છે પરંતુ બગસરા પંથકનાં અનેક ગામોમાં હજુ નોંધનીય વરસાદ પડ્યો નથી જેને કારણે ખેડુતો મુંઝવણમાં મુકાય ગયા છે.

અન્ય સમાચારો પણ છે...