બગસરાની પ્રાથમિક શાળામાં વાર્ષિકોત્સવની ઉજવણી કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ રજુ કરી અામંત્રીત મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા

બગસરામાંઆવેલી જ્ઞાનધારા પ્રાથમિક શાળાનો વાર્ષિકોત્સવ યોજાયો હતો. જેમાં બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવી હતી. કાર્યક્રમાં વિદ્યાર્થીઓના વાલીગણ, આમંત્રિત મહેમાનો, અને શાળાના સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા.આ વાર્ષિકોત્સવમાં શાળાના બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. જેમાં બાળકોએ નાટકો, પીરામીડ, ડાન્સ, સ્પીચ, સહિતની કૃતિઓ રજુ કરી હતી. ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકોને પ્રથમ, દ્વિતિય અને તૃતિય નંબર પણ આપવામાં આવ્યા હતા. અને વિજેતા થયેલા બાળકોને ઇનામ વિતરણ પણ કરાયું હતું.આ વાર્ષિકોત્સવમાં મેનેજીંગ ટ્રસ્ટી અશોકભાઇ ઢોલરીયાએ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં 1 થી 3 ક્રમે ઉતિર્ણ થયેલા વિદ્યાર્થીઓને શિલ્ડ તેમજ સર્ટીફીકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય મુક્તાબેન પટેલ અને શિક્ષકોએ કર્યંુ હતું.

અન્ય સમાચારો પણ છે...