નવી હળીયાદમાં પૈસા બાબતે યુવાનને 3 શખ્સોએ માર માર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બગસરાના નવા ઝાંઝરીયામાં રહેતા યુવાનને નવી હળીયાદના શખ્સ સાથે સેન્ટીંગનો ધંધો કરતા હોય તે બાબતે પૈસાની લેતી દેતી અંગે બોલાચાલી થતા ત્રણ શખ્સોએ મળીને યુવાનને મારમાર્યો હતો. આ બારામાં બગસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી.

આ બનાવ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, બગસરા તાલુકાના નવા ઝાંઝરીયામાં રહેતા વિપુલભાઇ નાથાભાઇ દાફડા (ઉ.વ.34) નામના યુવાનને નવી હળીયાદમાં રહેતા જીવા આલા દાફડા, હરી જીવા અને ભીખા આલા દાફડા નામના ત્રણ શખ્સો સાથે સેન્ટીંગ ધંધાના પૈસાની લેતી દેતી બાબતે આજે યુવાનને ત્રણેય શખ્સોએ મળીને લાકડાના ધોકા વડે મારમાર્યો હતો. અને મારી નાખવાની ધમકી આપી હતી. આ બાદ ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો. આ બારામાં બગસરા પોલીસ મથકમાં યુવાને ત્રણેય શખ્સો વિરૂદ્ધની ફરિયાદ નોંધાવતા એ.એસ.આઇ એમ.એમ.ચાવડાએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...