બગસરામાં કોંગી કાર્યકર્તાઓની બેઠક મળી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંગઠન મજુબત કરવા, ખેડૂતોનાં પ્રશ્નો અંગે ચર્ચા

ખેડુતોને મગફળીનાં રૂપિયા 30 દિવસ પછી પણ અપાતા નથી

પ્રદેશકોંગ્રેસના આદેશ અનુસાર બગસરા ખાતે નગરપાલીકા પ્રમુખ છગનભાઇ હિરાણી, જિલ્લા મંત્રી ભરતભાઇ ભાલાળા, કોકીલાબેન કાકડીયાની ખાસ ઉપસ્થિતિમાં બગસરા શહેર તાલુકા કોંગ્રેસ સંગઠનની બેઠક મળી હતી.

બેઠકમાં કોંથ્રેસ સંગઠનને વધુ વેગવંતુ બનાવવા તેમજ આગામી 2017માં વિધાનસભામાં વધુમા વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓનું સંગઠન મજબૂત બને તે માટેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તેમજ બેઠકમાં ખેડૂતો માટે મુશ્કેલીરૂપ મુદ્દાઓની ચર્ચાઓ કરવામાં આવી હતી. ગત વર્ષે ખરીદાયેલા ખેત ઓજારોની મંજુરી સરકાર તરફથી આપવામાં આવેલી તે ખરીદાયેલા ખેતીવાડીના ઉપયોગી સાધનોની સબસીડી હજુ સુધી ખેડૂતોને મળી નથી. સબસીડી ખેડૂતોને વહેલી તકે મળે તે અંગેની રજૂઆત કરવાની માંગ ઉઠી હતી. ખેડૂતોની ઉપજના વેચાણ સરકાર તરફથી ખરીદી કરવાનુ શરૂ કરવામાં આવ્યું છે. તેમાં મગફળીની ખરીદીના પેમેન્ટ ખેડૂતોને 30 દિવસ પછી પણ આપવામાં આવતા નથી તે મુદ્દે ખૂબ આક્રોશ ઠાલવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...