તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Bagasara
  • વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરી બાળકોને સ્કુલ બેગ આપી પ્રોત્સાહિત કરાયા

વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરી બાળકોને સ્કુલ બેગ આપી પ્રોત્સાહિત કરાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બગસરાનાજુના ઝાઝરીયા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સની ઉજવણી કરાઇ હતી જેમાં બાળકોએ વિવિધ પ્રકારની કૃતિઓ રજુ કરી હતી.

બગસરા તાલુકાના જુના ઝાઝરીયા ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જે કાર્યક્રમમાં શાળાના આચાર્ય રાજનભાઇ વઘાસીયાએ કાર્યક્રમની શરૂઆત દિપપ્રાગટ્યથી કરી હતી. જેમાં પાણીપુરવઠા અધીકારી ખત્રીભાઇ, વિપુલભાઇ ક્યાડા, આનંદભાઇ દુધરેજીયા, કેતનભાઇ દીક્ષીત, સરપંચ ભાવનાબેન, ઉપસરપંચ નયનાબેન અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યુ હતુ.

કાર્યક્રમમાં બાળકોને સ્કુલબેગ તેમજ ઇનામ વિતરણ કરીને બાળકોને પ્રોત્સાહીત કર્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ વૃક્ષા રોપણ કરીને પર્યાવરણની જાળવણી વિશે બાળકોને વિસ્તૃત માહીતી આપવામાં આવી હતી તેમજ બેટી બચાવો બેટી પઢાઓ વિશે પણ વક્તવ્ય આપવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં બાળકોએ નૃત્ય, પ્રાર્થના, ચિત્ર વિગેરે કૃતિઓ દ્વારા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષની જેમ બાળકોને પ્રથમવર્ષમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો તસ્વીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...