તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાયડીની સગીરા પ્રેમી સાથે નાસી છૂટી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરેલી જિલ્લામાં જુદી જુદી બે ઘટનામાં બે સગીરાને તેના પ્રેમી યુવાન લલચાવીને ભગાડી જતા બારામાં બે અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. સગીરાને પ્રેમી યુવાન ભગાડી ગયાની પ્રથમ ઘટના બગસરાના મફતપરા વિસ્તારમાં બની હતી. જ્યાં એક સગીરા પોતાની સગી બહેનના દિયર સાથે નાસી છૂટી હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ બગસરામાં હુડકોમાં મફતપરા વિસ્તારમાં રહેતા વિનુભાઈ માધાભાઈ ચણીયારાની 16 વર્ષની પુત્રી રેણુકાને બગસરા તાલુકાના શિલાણા ગામે રહેતો અતુલ કેશુભાઈ પાટડિયા નામનો યુવાન લલચાવીને ભગાડી ગયો હતો. યુવાનને તેના પિતા કેશુ ગોવિંદ પટાડીયાએ મદદ કરી હોય તેમણે બગસરા પોલીસ મથકમાં બન્ને સામે ફરિયાદ નોંધાવી છે. વિનુભાઈની મોટી પુત્રીના લગ્ન કેશુભાઈના મોટા પુત્ર સાથે થયા હતા. હાલમાં તેનો નાનો પુત્ર બગસરામાં કડીયાકામ કરવા આવતો હોય તેમની નાની પુત્રી રેણુકા સાથે મનમેળ થઇ જતા તેને ભગાડી ગયો હતો. બનાવ અંગે બગસરા પોલીસે તપાસ હાથ ધરી છે. આવી એક અન્ય ઘટના ખામ્ભા ના રાયડી ગામે બની હતી. જ્યાં અરવિંદભાઈ હિપાભાઈ ઝાલાની 16 વર્ષની પુત્રી જ્યોત્સનાને ઉના તાલુકાના શાના વાંકીયા ગામનો અમિત બાબુભાઇ વાઘેલા ગત સપ્તાહે લલચાવીને ભગાડી જતા તેમણે બારામાં અમિત વાઘેલા સામે ખામ્ભા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...