• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Bagasara
  • બગસરામાં જેસીઝ ગૃપ દ્વારા નેત્રનિદાન કેમ્પનું આયોજન કરાયું

બગસરામાં જેસીઝ ગૃપ દ્વારા નેત્રનિદાન કેમ્પનું આયોજન કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બગસરા | બગસરામાંઆગામી તા. 28જુલાઇના રોજ જેસીઝ ગૃપ દ્વારા 452માં નેત્રનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દર્દીઓને વિનામુલ્યે આંખની તપાસ કરી આપવામાં આવશે. ઉપરાંત તમામ દર્દીઓને રહેવા જમવાની તથા ખાવા-પસવાની સગવડતા પુરી પાડવામાં આવશે. બગસરા શહેરમાં ઘણાં વર્ષોથી જેસીઝ ગૃપ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. ગૃપ દ્વારા અનેકવાર નેત્રનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. અને દર્દીઓને વિનામુલ્યે સારવાર આપવામાં આવે છે. આગામી તા. 28જુલાઇના રોજ બગસરામાં આવેલી આંખની હોસ્પીટલ ખાતે 452માં નેત્રનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેનારા દર્દીઓને વિનામુલ્યે સારવાર આપવામાં આવશે. કેમ્પમાં આવનાર તમામ દર્દીને રહેવા જમવાની તથા ખાવા પીવાની તમામ સગવડતા વિનામુલ્યે કરી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...