તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જમીનની ફાળવણી કરવામાં આવતી હોઇ ભારે રોષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બગસરાશહેરમાં રહેતા દલિત સમાજ લોકોને કોઇ પણ સ્મશાન માટે કોઇ પણ કાયદેસરની જમીન ફાળવવામાં આવી નથી. વર્ષોથી મૃત્યુ પામેાલા વ્યક્તિઓને નદીનાં પટમાં અને બાયપાસ પાસેની જગ્યાએ દફનવિધી કરવામાં આવે છે. તેમજ દલિત સમાજ માટે કોઇ કાયદેસર સ્મશાન ભુમી જમીન ફાળવવામાં આવે તેવી અમરેલી કલેક્ટરને લેખીતમાં રજુઆત કરવામાં આવી હતી.વધુમાં જણાવ્યુ હતુ કે, વર્ષ 2016-17માં બગસરા શહેરનાં નવયુવાન ભાવેશભાઇ ત્રિભોવનભાઇ રાખસીયા ભારતીય સેનામાં પોતાની ફરજ બજાવતા શહીદ થઇ ગયા હતા. વખતે સ્મશાન યાત્રામાં સમગ્ર વિસ્તારનાં લોકો જોડાયા હતો અને રાજ્ય કક્ષાના નેતાઓ દ્વારા શહિદ જવાનને શ્રધ્ધાજલી આપવામાં આવી હતી. દલિત સમાજના શહિદ થયેલ સેનાના જવાનની કાયમી સ્મૃતિ રહે તે માટે અહી રહેતા દલિત સમાજના લોકો સ્મારક બનાવવા માંગે છે. જેથી બગસરા શહેરમાં દલિતોને કાયદેસર સ્મશાન માટે જમીન ફાળવવામાં આવે તેવી રજુઆાત સાથે દલિત સમાજના આગેવાનો દ્વારા અમરેલી કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી

અન્ય સમાચારો પણ છે...