બગસરામાં 443મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જરૂરિયાતમંદ દર્દીઓને વિનામુલ્યે ઓપરેશન કરી નેત્રમણી બેસાડાઇ

બગસરાજેસીઝ ગૃપ સંચાલિત શા.માણેકચંદ મુળચંદ સાર્વજનીક ટ્રસ્ટ આંખની હોસ્પીટલ બગસરા ખાતે 443મો કેમ્પ વિનામુલ્યે નેત્રરોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેમ્પનું આયોજન જયંતિલાલ પરમાર, લાલજીભાઇ પરમાર, તેજાભાઇ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. કેમ્પનું ઉદ્દઘાટન સુમિત જે. પરમારના હસ્તે કરવામાં આવ્યું હતુ઼. શુભેચ્છક તરીકે ચંદ્રકાંતભાઇ વલ્લભભાઇ ભરખડાના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.

રણછોડદાસબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી જરૂરીયાતમંદ દર્દીઓને વિનામુલ્યે ઓપરેશન કરી નેત્રમણી ફ્રી બેસાડી આપવામાં આવી હતી. ઓપરેશન માટે દાખલ થનાર દર્દીઓને વિનામુલ્યે ભોજન તેમજ આવવા જવાની વ્યવસ્થા ફ્રી કરવામાં આવી હતી. કેમ્પનો લાભ લોકોએ ખૂબ મોટી સંખ્યામાં લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...