તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જુન સુધી શાળાનો સમય 7 થી 12 વાગ્યાનો કરાતા રજુઆત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શિક્ષક સંઘનાં મહામંત્રીએ પત્ર પાઠવ્યો

અમરેલીજિલ્લાની પ્રાથમિક શાળાનો સમય ઉનાળાને ધ્યાનમાં લઇને બદલવામાં આવ્યો છે. કારણ કે ઉનાળામાં બપોરના સમયે કાળઝાળ ગરમી પડવાને લીધે બાળકો બિમાર પડી જાય છે. તેથી તમામ પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરી દેવામાં આવ્યો છે. પરંતુ ફેરફારમાં રહેલી વિસંગતતા બાબતે બગસરા તાલુકાના શિક્ષક સંઘના પ્રતિનિધી દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા થયેલી રજૂઆતના પગલે પ્રાથમિક શાળાનો સમય બદલીને સવારે 7:15 થી 12:15 કરવામાં આવ્યો છે. પરંતુ સમયને છેક જુન સુધી લંબાવી દેવામાં આવતા વિસંગતતા ઉભી થઇ છે. પરંપરાગત રીતે વર્ષોથી એપ્રિલ મહિનાથી શાળાનો સમય બપોરે 11:30 સુધી રાખવામાં આવતો હતો. વર્ષે શાળાનો સમય બપોરે 12:15 સુધી રખાતા તમામ શિક્ષકોમાં વિસંગતતા ઉભી થઇ છે. આમ શિક્ષણ સમીતિના તાજેતરના પત્રને લીધે શિક્ષકોમાં સમય બાબતે વિસંગતતા પ્રવર્તી રહી છે. બાબતે શિક્ષકો દ્વારા અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના બગસરાના પ્રતિનિધી પરેશભાઇ વાળાને રજૂઆત કરવામાં આવતા પરેશભાઇ વાળા દ્વારા બાબતે પ્રાથમિક શિક્ષણ સંઘના મહામંત્રી હિંમતભાઇ સોરઠીયાને પત્ર પાઠવી યોગ્ય સમય કરવા બાબત માટે વિનંતિ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો