તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Bagasara
 • બગસરા એસટી બસ સ્ટેન્ડમાં બાકડા અને ખુરશી તુટેલી હાલતમાં, પરેશાની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બગસરા એસટી બસ સ્ટેન્ડમાં બાકડા અને ખુરશી તુટેલી હાલતમાં, પરેશાની

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બસ ના આવે ત્યાં સુધી મુસાફરોએ કલાકો ઉભા રહી વાટ જોવી પડે છે

બગસરાએસટી ડેપોનો વહિવટ જાણે કથળી ગયો હોય તેમ જોવા મળી રહ્યું છે. અહી છેલ્લા કેટલાક સમયથી ડેપોમા મુસાફરોને બેસવા માટેના બાકડા અને ખુરશીઓ તુટી ગયેલી હાલતમા જોવા મળી રહ્યાં છે જેને પગલે મુસાફરોને પારાવાર મુશ્કેલી પડી રહી છે.

બગસરા એસટી ડેપોમા છેલ્લા ઘણા સમયથી મુસાફરોને બેસવા માટેના બાકડા અને ખુરશીઓ તુટેલી હાલતમા જોવા મળી રહી છે. અહી બસની રાહ જોતા મુસાફરોને બેસવા માટે કોઇ સુવિધા હોય હાલાકી ભોગવવી પડી રહી છે. સરકાર દ્વારા અનેક શહેરોમા અદ્યતન ડેપો બનાવવામા આવ્યા છે ત્યારે અહી મુસાફરોને બેસવા માટે ખુરશી અને બાકડા તુટેલી હાલતમા હોય હાલાકી ભોગવી રહ્યાં છે.

અહી મુસાફરોને બેસવા માટેની સુવિધા હોવાથી કલાકો સુધી ઉભા રહેવાનો વારો આવે છે જેને પગલે ખાસ કરીને વૃધ્ધોને હાડમારી વેઠવી પડી રહી છે. અગાઉ અનેક વખત રજુઆતો પણ કરવામા આવી હોવા છતા તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામા નથી આવતી.

એસટી ડેપોનો વહિવટ કથળીને ખાડે ગયો તસ્વીર-દર્શન ઠાકર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો