તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવા વાઘણીયા ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
4 દિવસ સુધી સ્વચ્છતા અંગે કાર્યક્રમો

સમગ્રવિશ્વમાં 5જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે બગસરા તાલુકાના નવા વાઘણીયા ગામે સરકારના વિભાગો તથા સેવાકીય સંસ્થાઓના ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું.

બગસરા તાલુકાના નવા વાઘણીયા ગામે સરકારના વિભાગો તથા સેવાકીય સંસ્થાઓના ઉપક્રમે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. તે અંતર્ગત સામાજિક વનીકરણ વિભાગ તથા વન વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં પર્યાવરણ જાગૃતિ અંગેના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

બગસરા વિસ્તારના નવા વાઘણીયા ગામે વીર મેજર શહીદ ઋષીકેશ રામાણી સ્મારક મુકામે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ચાર દિવસ સુધી ગ્રામ્ય સ્તરે સ્વચ્છતા અને સફાઇ અંગેના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...