તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Bagasara
  • બગસરા ખાતે બ્રહ્મસમાજ દ્વારા તેજસ્વી તારલાઓને સન્માનિત કરાશે

બગસરા ખાતે બ્રહ્મસમાજ દ્વારા તેજસ્વી તારલાઓને સન્માનિત કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બગસરા| બગસરામાંસમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 1થી ઉચ્ચ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ તથા 50 ગુણથી ઉપર મેળવેલા હોય તેવા વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાના રહેશે. અમરેલી જિલ્લામાં અનેક સમાજો દ્વારા તેજસ્વી પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવે છે. અને તેમની અંદર રહેલી શક્તિને, આવડતને બહાર લાવવા માટેના પ્રયાસ કરવામાં આવે છે. અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં બ્રહ્મસમાજ દ્વારા તેજસ્વી તારલાઓને સન્માનિત કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 1થી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓએ 50 ગુણથી ઉપર માર્ક્સ મેળવ્યા છે. તેઓને સન્માનિત કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...