તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બગસરા શહેરમાં સરસ્વતી સન્માન સમારોહ યોજાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બગસરામાઔદિચ્ય બ્રહ્મસમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો.આ પ્રસંગે અહી સંતવાણી કાર્યક્રમનુ પણ આયોજન કરવામા આવ્યું હતુ. અહી તેજસ્વી છાત્રોને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા. બગસરામા સરસ્વતી સન્માન સમારોહ બાલુભાઇ ઠાકર અને રમેશભાઇ ઠાકરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. અહી ઉદ્દઘાટક તરીકે ધનસુખભાઇ ઠાકર, દિલીપભાઇ મહેતા, આનંદભાઇ ભટ્ટ, ગીરધરભાઇ દિક્ષીત, ચંદુભાઇ પંડયા, શશીભાઇ ત્રિવેદી વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા. મુકેશભાઇ ઠાકરે સ્વાગત પ્રવચન કર્યુ હતુ.

બાદમાં કિરીટભાઇ જોષીએ અહેવાલ રજુ કર્યો હતો. તકે ઠાકર પરિવાર દ્વારા નોટબુકનુ વિતરણ કરાયુ હતુ. ઉપરાંત હિરેનભાઇ, નિમેશભાઇ, રાજેશભાઇ, જનકભાઇ, ભીખુભાઇ તરફથી શિલ્ડ આપી વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. અહી પરેશભાઇ વડીયા દ્વારા સંતવાણી રજુ કરવામા આવી હતી. પ્રસંગે મયુરભાઇ પંડયા, બકુલભાઇ, આશિષભાઇ, પંકજભાઇ, અશ્વિનભાઇ સહિત ઉપસ્થિત રહ્યાં હતા.અને ભારે જહેમત ઉઠાવી હતી. અને સારા માર્કસે ઉતિર્ણ થનાર બાળકોને શિલ્ડ તથા પ્રમાણપત્ર મળતા તેઓ પણ પ્રોત્સાહિત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો