તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Amreli
 • Bagasara
 • બગસરા નગર પાલિકાની સામાન્ય સભાની કાર્યવાહી પર વિપક્ષનો કબજો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બગસરા નગર પાલિકાની સામાન્ય સભાની કાર્યવાહી પર વિપક્ષનો કબજો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રમુખની ગેરહાજરીમાં વિપક્ષે બહુમતી સિધ્ધ કરી તમામ ઠરાવો રદ કર્યા

બગસરાનગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભામા પાલિકા પ્રમુખની ગેરહાજરીમાં વિપક્ષે પોતાનુ સંખ્યાબળ મજબુત કરી બેઠકની કાર્યવાહી ખોરંભે પાડી હતી અને તમામ ઠરાવો નામંજુર કર્યા હતા. બગસરા નગરપાલિકામા કોંગ્રેસે નજીવી બહુમતીથી સતા મેળવી હતી તેમની સાથે રહેલા એક અપક્ષને લીધે કોંગ્રેસે સતા ટકાવી રાખી હતી. છેલ્લા એક સપ્તાહથી પાલિકા પ્રમુખ છગનભાઇ હિરાણીની તબિયત નાદુરસ્ત રહેતી હોય તેઓ રજા ઉપર હતા. ત્યારે આજે પ્રમુખની ગેરહાજરીમા સામાન્ય સભા મળી હતી. સામાન્ય સભામા વિપક્ષ ભાજપના સદસ્ય અને બગસરા શહેર પ્રમુખ એ.વી.રીબડીયાના પ્રયત્નોથી અપક્ષ સદસ્ય રમેશભાઇ સોમાણીએ ભાજપને ટેકો જાહેર કરતા ભાજપના 14ના સંખ્યાબળ સામે કોંગ્રેસના 13 સદસ્યો હાજર હોવાથી સામાન્ય સભાના એજન્ડાના તમામ કાર્ય સુચી નામંજુર કરી હતી તેમજ ગત કાર્યવાહીનો ઠરાવ પણ નામંજુર થતા ગત બેઠક પર પણ પ્રશ્નાર્થ લાગી ગયો છે. આમ પ્રમુખની ગેરહાજરીનો લાભ ઉઠાવવામા ભાજપને સફળતા મળી હતી.

સામાન્ય સભામાં પ્રમુખની ગેરહાજરીનો લાભ ઉઠાવવામાં ભાજપને સફળતા મળી તસ્વીર-દર્શનઠાકર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો