તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Bagasara
  • બગસરા જનતા વિદ્યાલય ખાતે ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

બગસરા જનતા વિદ્યાલય ખાતે ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બગસરા |બગસરામાં આવેલા જનતા કન્યા વિદ્યાલય ખાતે ખૂબ ભક્તિભાવ પૂર્વક ગુરૂ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી.કાર્યક્રમ દરમિયાન સરસ્વતી માઁ, શાળાના સ્થાપકો, લાલજી ગુરૂજી, આદરણીય બાલુકાકા ભટ્ટ, પૂ. ગુણવંતદાદા પુરોહીત, અને પૂ. હસુમતિબાના ચરણકમળોમાં પુષ્પાંજલી અર્પણ કરી હતી. ગુરૂ પૂર્ણિમાના કાર્યક્રમ દરમીયાન શાળા પરિવારના સભ્યો અને વિદ્યાર્થીની બહેનોએ શ્રધ્ધા વ્યક્ત કરી હતી. ઉપરાંત વિદ્યાર્થીનીઓએ પ્રસંગોચિત વક્તવ્યો, ગીત, ભજન, વગેરે કાર્યક્રમો રજુ કર્યા હતા. શિક્ષક ભાઇઓ બહેનોએ પ્રસંગોચિત રજૂઆત કરી હતી. કાર્યક્રમમાં ભાગ લેનારી વિદ્યાર્થીનીઓને શિક્ષકો તરફથી આજના અવસરે પ્રોત્સાહીત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...