તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Bagasara
  • બગસરાના સુડાવડમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી 1200 વૃક્ષોનું રોપણ કરી ઉછેર કરવા હાકલ

બગસરાના સુડાવડમાં ગુરૂ પૂર્ણિમાની ઉજવણી 1200 વૃક્ષોનું રોપણ કરી ઉછેર કરવા હાકલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બગસરા | બગસરાતાલુકાના સુડાવડ ગામમાં આવેલા સુપ્રસિધ્ધ ખોડિયાર માતાજીના મંદિરે છેલ્લા ત્રીસ વરસથી નિયમિત રીતે ગૂરૂ પુર્ણિમા મહોત્સવ ઉજવાય છે. વર્ષે સંસ્થાના ગાદીપતિ સીતારામબાપુએ પોતાની સામાજીક જવાબદારી સમજીને વાતાવરણમાં જે ફેરફારો થયા છે, ગરમીનું પ્રમાણ વધ્યુ છે તેને અટકાવવાનુ કામ વૃક્ષો કરી શકે ઉમદા હેતુથી ગૂરૂ પુર્ણિમાના પાવન દિવસે આવેલા સૌ સેવકગણને 1200 વૃક્ષના રોપાની ભેટ આપીને વધુમાં વધુ વૃક્ષો વાવવા અને ઉછેરવાની હાકલ કરી હતી. તેમજ રક્તદાન કેમ્પનું આયોજન કરીને કોઇ જરૂરીયાતમંદને બ્લડ મળી રહે તેવા ઉદ્દેશથી રક્તદાન કેમ્પ પણ આજ દિવસે રાખીને સુડાવડ ખોડિયાર માતાજીના મંદિરના ગાદિપતિ સીતારામબાપુએ પોતાનુ સામાજીક દાયિત્વ નિભાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...