તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંજીયાસરમાં ઝાડ સાથે બાઇક અથડાતા બે યુવાનને ઇજા પહોંચી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડાંગાવદરના કાકા ભત્રીજાને માથામાં અને શરીરના ભાગે ઇજાઓ થઇ

બગસરાતાલુકામાં આવેલ ડાંગાવદરના બે યુવાન આજે વહેલી સવારે તાલાળાથી પરત ફરતા હતા. તે દરમ્યાન રસ્તામાં મોટા મુંજીયાસર નજીક પહોચતા રસ્તામાં ઝાડ પડ્યુ હોવાથી અંધારામાં ઝાડ નજરે ચડવાથી મોટરસાયકલ અથડાતા અકસ્માત સર્જાતા બન્ને યુવાનોને ઇજાઓ પામતા 108ની મદદથી પ્રથમ બગસરા અને ત્યારબાદ અમરેલી હસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવની વિગતો એવા પ્રકારની છે કે બગસરા તાલુકાના ડાંગાવદરમાં રહેતા વિપુલભાઇ મનુભાઇ સરધારા(ઉ.વ.35) આજે તેમના કાકા વજુભાઇ બાવચંદભાઇ સરધારા સાથે તાલાળાથી મોટરસાયકલમાં આટો મારીને પરત ફરતા હતા. તે દરમ્યાન રસ્તામાં મોટામુજીયાસર પાસે પહોચતા વહેલી સવાર હોવાથી રસ્તામાં ઝાડ પડ્યુ હોવાથી ઝાડ નજરે પડતા મોટરસાયકલ અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેથી વિપુલભાઇ સરધાર અને વજુભાઇ સરધારાને માથામાં અને શરિરના ભાગે ઇજાઓ થઇ હતી. અકસ્માત સર્જાતા 108ની મદદથી કાકા ભત્રીજાને પ્રથમ બગસરા દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જે બનાવની જાણ અમરેલી સી.ટી પોલીસ સ્ટેશનમાં થતા વધુ તપાસ માટે એ.એસ.આઇ જી.કે ચાવડાએ ધોરણસરની કાર્યવાહી હાથધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો