તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Bagasara
  • ટ્રાન્સફોર્મરની પેટીઓ પણ ખુલ્લી રહેતી હોય ગૌપ્રેમીઓમા રોષ

ટ્રાન્સફોર્મરની પેટીઓ પણ ખુલ્લી રહેતી હોય ગૌપ્રેમીઓમા રોષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બગસરામાબપોરબાદ ધોધમાર પોણો ઇંચ વરસાદ પડી ગયો હતો જેને પગલે માર્ગો પર પાણી દોડવા લાગ્યા હતા. અહી જામકાના ઝાંપા નજીક ટ્રાન્સફોર્મર નજીક ઉભેલી ત્રણ ગાયોને વિજશોક લાગતા મોતને ભેટી હતી જેને પગલે ગૌપ્રેમીઓમા રોષની લાગણી વ્યાપી ઉઠી હતી.

વિજ શોકથી ત્રણ ગાયોના મોતની ઘટના બગસરામા બની હતી. અહીના જામકાના ઝાંપા વિસ્તારમા ટ્રાન્સફોર્મરની પેટીઓ ખુલ્લી રહેતી હોય આજે ગાયો માટે યમરાજ સાબિત થઇ હતી. વિજ તંત્રની બેદરકારીના કારણે ગૌપ્રેમીઓમા પણ રોષ જોવા મળ્યો હતો. ટ્રાન્સફોર્મર નજીક મસ્જિદ તરફ જવાનો માર્ગ પણ છે ત્યારે હાલ અહીથી અનેક લોકો પણ પસાર થતા હોય છે ત્યારે તકેદારીના પગલા લેવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...