• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Bagasara
  • અમરેલીમાશ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ યોજાયો હતો. ઉપરાંત બગસરાના હળીયાદ

અમરેલીમાશ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ યોજાયો હતો. ઉપરાંત બગસરાના હળીયાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમરેલીમાશ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ યોજાયો હતો. ઉપરાંત બગસરાના હળીયાદ અને મોટા મુંજીયાસર ખાતે જ્ઞાનકુંજ વર્ગોનુ આયોજન કરવામા આવ્યું હતુ. પ્રસંગે રાજયના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યું હતુ કે શિક્ષણ અને કેળવણીનુ કાર્ય સમાજના ઘડતર અને આગવી પેઢીના ભવિષ્ય માટે ખુબ મહત્વનુ હોય છે.

5મી સપ્ટેમ્બર ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસને શિક્ષક દિન તરીકે મનાવવામા આવે છે ત્યારે અમરેલી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક મંત્રી રાદડીયા તેમજ સાંસદ નારણભાઇ કાછડીયા સહિતના મહાનુભાવોના હસ્તે એનાયત કરાયા હતા. મંત્રી રાદડીયાએ જણાવ્યું હતુ કે શિક્ષણને સુદ્ઢ બનાવી આધુનિક ટેકનોલોજી સભરની શાળાઓ તૈયાર કરવામા રાજય સરકારે પુરતુ બજેટ ફાળવ્યું છે.આ તકે સાંસદ કાછડીયાએ જણાવ્યું હતુ કે સમાજને યોગ્ય દિશા આપવા માટે ગુરૂનો મહિમા ખુબ મહત્વનો છે. આપણી ઋષિ પરંપરાઓમા પણ તેના દર્શન આપણે કરીએ છીએ. તકે કલેકટર સંજય અમરાણીએ શિક્ષક દિવસ અંગે ટુંક સાર આપી સૌને આવકાર્યા હતા. જિલ્લા વિકાસ અધિકારી નિરગુડેએ જિલ્લામા શિક્ષણનુ સ્તર ઉંચુ લાવવા અંગેની અને શિક્ષણ માટે શિક્ષકનુ મહત્વ સમજાવ્યું હતુ. તકે હિરેનભાઇ હિરપરા, ભરતભાઇ વેકરીયા, કૌશિકભાઇ, હિતેષભાઇ, જીતુભાઇ ડેર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...