• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Bagasara
  • 18 વર્ષથી શ્રાવણ દરમિયાન ઘરનો ત્યાગ કરી આશ્રમમાં જપ,તપ તથા વ્રત કરે છે

18 વર્ષથી શ્રાવણ દરમિયાન ઘરનો ત્યાગ કરી આશ્રમમાં જપ,તપ તથા વ્રત કરે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બગસરા તાલુકાનાં સમઢીયાળાનાં વિપ્ર દ્વારા અનોખી શિવભક્તિ

આત્મ કલ્યાણ તથા વિશ્વ કલ્યાણનાં હેતુથી શિવભક્તિ સુવાસ ફેલાવી રહી છે

બગસરાતાલુકાના સમઢીયાળા ગામમાં એક વિપ્ર દ્વારા શ્રાવણમાસ દરમિયાન છેલ્લાં 18 વર્ષથી પોતાના નિવાસ સ્થાનનો ત્યાગ કરી મંદિરમા વસવાટ કરી મૌન ધારણ કરી જપ, તપ, અને વ્રત કરે છે.બગસરા નજીકના સમઢીયાળા ગામના વતની અને હાલ રાજકોટ વસવાટ કરતા વિપ્ર સંજયભાઇ વિશ્વનાથભાઇ જોષી શ્રાવણ માસમાં નિમિત્તે અનોખી રીતે ભક્તિ અદા કરે છે. તેઓ સમગ્ર શ્રાવણ માસમાં જપ, તપ અને વ્રત દ્વારા શિવની આરાધના કરે છે.સંજયભાઇ વિશ્વનાથભાઇ જોષી ગૃહસ્થ હોવા છતા છેલ્લાં 18 વર્ષથી શ્રાવણમાસ દરમિયાન પોતાના પરિવાર, રોજગારનો ત્યાગ કરીને મંદિર અથવા આશ્રમમાં વસવાટ કરે છે. સાથે સાથે સમગ્ર શ્રાવણ માસમાં મૌન ધારણ કરી અનુષ્ઠાન કરે છે. જેમાં શ્રીમદ્ ભાગવતનું વાંચન, પંચાક્ષી મંત્ર, જાપ, તથા મંત્ર લેખન, શિવપુજા, આરાધના કરે છે. 18 વર્ષથી અલગ અલગ મંદિર તથા આશ્રમમાં રહી આત્મ કલ્યાણ તથા વિશ્વ કલ્યાણના હેતુથી તેઓ કાર્ય કરે છે.

શિવઆરાધના કરતા શિવભક્ત તસ્વીર-રાજુ બસીયા

અન્ય સમાચારો પણ છે...