તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Bagasara
  • Bagasara પીએસઆઈની બદલી થતાં બગસરા ગામે વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો

પીએસઆઈની બદલી થતાં બગસરા ગામે વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બગસરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઇ મોરીની અમરેલી ખાતે બદલી થતા આજે બગસરા શહેરના વેપારીઓએ ધંધા-રોજગાર બંધ રાખી ને સ્વયંભૂ બંધ પાળ્યો હતો. ગુરૂવારના રોજ રાત્રે મળેલી વેપારીઓ તથા આગેવાનોની બેઠકમાં નિર્ણય થયા મુજબ સવારે સમયથી જ દુકાનો બંધ થવા લાગી હતી. તેમજ ગામ લોકો પોતાના રોજગાર બંધ રાખીને સામાજિક સંસ્થાના આગેવાનો સાથે જિલ્લા એસપીને રજૂઆત કરવા માટે અમરેલી દોડી ગયા હતા. જ્યાંથી પણ નિરાશા મળતાં રાજકીય આગેવાનોનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

સમગ્ર શહેરના પ્રશ્નને ધ્યાને લઇ ભાજપ તથા કોંગ્રેસ બંને રાજકીય પક્ષોએ એક થઈને રજૂઆત કરી આ બદલી બંધ રાખવા માટે માંગ કરી હતી. જો કે આ સમગ્ર ઘટના ક્રમ છતાં, જિલ્લા વડી કચેરીના આદેશ અનુસાર બગસરા પી.એસ.આઇ સાંજના સમયે છૂટા થઈ અમરેલી હાજર થવા માટે રવાના થઈ ગયા હતા. આમ બગસરા શહેર દ્વારા કરવામાં આવેલી તમામ રજૂઆતો નિષ્ફળ રહેતા લોકોમાં નિરાશા વ્યાપી હતી. તસ્વીર: દર્શન ઠાકર

અન્ય સમાચારો પણ છે...