14 સ્થળેથી 72 જુગારી ઝડપાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ જુગારીઓ પર પોલીસ ત્રાટકી, 60 હજારનો મુદામાલ કબજે

ક્રાઇમ રીપોર્ટર. અમરેલી

અમરેલીમારહેતા દિવ્યેશ ઉર્ફે રઘુ ગોવીંદભાઇ કાબરીયા, હીતેષ મહીપતભાઇ ત્રીવેદી, અસલમ મુલામહુસેનભાઇ બ્લોચ, કશ્યપ ઉર્ફે કરશનભાઇ કાબરીયા, બીપીન ધીરૂભાઇ કાબરીયા, ભરત કાળુભાઇ કાનાણી, સમીર રહીમભાઇ ચોકીયા, વિપુલ ઉર્ફે મનનો બાબુભાઇ કાલાવાડીયા, મુનાફ ઓસ્માણભાઇ શેખડા, જયંતિ ગોરધનભાઇ ધાનાણી, ગીરીશ ઉર્ફે ગીરો ગોવીંદભાઇ કાબરીયા, ગૌરાંગ કાન્તીભાઇ ધકાણ તમામ શખ્સો હઠીલા હનુમાન પાસે બટાવરવાડીમા જુગાર રમી રહ્યા હતા.ત્યારે પોલીસે અહીથી કુલ રૂા. 16560નો મુદ્દામાલ કબજે લઇ તમામ શખ્સોની ધરપકડ કરી હતી. જાફરાબાદ તાલુકાના છેલણા ગામે દિલાભાઇ મંગાભાઇ મકવાણા, અશ્વીન રાણીંગભાઇ ખુમાણ, કાળુ દેવશીભાઇ જોગદીયા, મનુ નારણભાઇ રાઠોડ, નાગજી મંગળા જોગદીયા, વિરજી મંગળાભાઇ જોગદીયા, રામજી ડાયાભાઇ જોગદીયા અને પ્રતાપ વાલાભાઇ વરૂ છેલણા ગામે જુગાર રમી રહ્યા હતા. ત્યારે પોલીસે રૂા. 3090ના મુદામાલ સાથે ઝડપી લીધા હતાં. બગસરા ગામે રહેતા અરવીંદ જયંતિભાઇ ચુડાસમા, દેવા જીણાભાઇ બાલા ડુંગરભાઇ ઘોડાસરા અને રાજા બીજલભાઇ મેવાડ બગસરાના શિવાજી ચોક ભરવાડ શેરીમા હનુમાન મંદિરના ઓટા પાસે જુગાર રમી રહ્યા હતાં ત્યારે પોલીસે રૂા. 7290ના મુદામાલ સાથે ધરપકડ કરી હતી.

સાવરકુંડલાના કાપડીયા સોસાયટીમા રહેતા નૈશદ નાસીરભાઇ જાદવ, સાધના સોસાયટીમા રહેતા વસીમ ઉર્ફે ભુરો દીલાવરભાઇ ભટ્ટી, ઇલીયાસ ઉર્ફે રાજુ ગુલાબભાઇ ઉર્ફે બાવભાઇ શેખ ત્રણેય શખ્સો કાપડીયા સોસાયટી પાછળ જુગાર રમી રહ્યા હતા ત્યારે રૂા. 4600ના મુદામાલ સાથે તમામની ધરપકડ કરાઇ હતી. સાવરકુંડલામા રહેતા મુનાભાઇ મધુભાઇ ઓઢીયા, કિશોર વિક્રમભાઇ ખાચર, ડાયા મનજીભાઇ લોઢાણીયા, અલ્પેશ ગીજુભાઇ જોષી, કાનો ભીખાભાઇ સોલંકી અને કિશન વશરામભાઇ મુંજપરા તમામ શખ્સો આશોપાલવ સોસાયટીમા જુગાર રમી રહ્યા હતા ત્યારે પોલીસે રૂા. 2110ના મુદામાલ સાથે તમામની ધરપકડ કરી હતી. લાઠીના ઇસુ વરસીંગ ચારોલીયા સહિત ત્રણ જુગારીઓને રૂા. બે હજારના મુદામાલ સાથે તથા શાખપુરના ભરત ઓઘા મકવાણા સહિત પાંચ જુગારીની રૂા. 1520ના મુદામાલ સાથે ધરપકડ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...