તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહિલાઓનાં વિકાસ માટે કામ કરતી બહેનોનું સન્માન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બગસરામાં એવોર્ડ અર્પણ કાર્યક્રમ યોજાયો

વિશ્વ વાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજન

વિશ્વવાત્સલ્ય માનવ સેવા ટ્રસ્ટ બગસરા દ્વારા 64 મહિલા મંડળો દ્વારા 835 બહેનો સાથે વિવિધ મહિલા વિકાસની કામગીરી ચાલી રહી છે. ત્યારે બગસરામા મહિલા વિકાસ અને ઉત્કર્ષ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરી રહેલ મહિલાઓને એવોર્ડ અપાયા હતા.

મહિલા વિકાસ અને ઉત્કર્ષ ક્ષેત્રે કામગીરી કરી રહેલ બહેનોને ચંપાબહેના ગોંધીયા મહિલા વિકાસ એવોર્ડ અને મહિલા સ્વરોજગારી ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરી રહેલ મહિલાઓને સુરજબહેન કામદાર ઉદ્યોગ સાહસિક એવોર્ડ અર્પણ કાર્યક્રમ લોકભારતી સણોસરના મેનેજીંગ ટ્રસ્ટી ડો. અરૂણભાઇ દવેના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. અધ્યક્ષસ્થાનેથી તેમણે જણાવ્યું હતુ કે બગસરામા મહિલા મંડળની બહેનો અનેકવિધ પ્રવૃતિઓ કરી રહી છે જે ગુજરાતનુ રોલ મોડેલ બની શકશે. સરકારી નોકરીની અપેક્ષા છોડી કૌશલ્ય વર્ધક તાલીમ મેળવી, સારામા સારી રોજગારી મેળવી શકીએ છીએ તે દિશામા સૌએ વિચારવાનો સમય આવી ગયો છે. પ્રસંગે બળવંતભાઇ દેસાઇએ જણાવ્યું હતુ કે એક બીજાને માન આપતા શીખીએ. જો આપણે દરેક સાથે ભાવનાત્મક અને લાગણીસભર વાણી વ્યવહાર અને વર્તન કેળવીશું તો વસુદેવ કુંટુમ્બની પરિકલ્પના ફરી સાકાર થશે. તકે ડો. ભરતભાઇ મિસ્ત્રી, મંદાકીનીબેન પુરોહિત, રવજીભાઇ સોલંકી, પ્રાગજીભાઇ પટેલ, વિમળાબેન, મંજુલાબેન, કવિતાબેન ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...