બગસરામાં ST બસ ચાલે છે કર્મીઓનાં સમયપત્રક મુજબ

ઘણી બસોમાં કર્મચારી ન મળતા મોડા ઉપડે છે રૂટ

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:01 AM
Bagasara - બગસરામાં ST બસ ચાલે છે કર્મીઓનાં સમયપત્રક મુજબ
બગસરા એસટી ડેપોમાં અવારનવાર બસના રૂટ સમયસર ન ચાલતા હોવાની ફરિયાદો જોવા મળી છે જે ને લીધે મુસાફરોને ભોગવવાનો વારો આવે છે.

વિગત અનુસાર બગસરા એસ.ટી.ડેપોનો વહીવટ ખાડે ગયો હોય તેમ સરકાર દ્વારા નવી નકોર બસો તથા કર્મચારીઓની ભરતીઓ કરવા છતાં અમુક રૂટ સમયસર ઉપડતા જોવા મળતા નથી. શનિવારના રોજ બપોરે એક વાગ્યે બગસરા થી જામનગર જતી બસ માટે રેગ્યુલર કંડકટર ન મળતા કર્મચારી આવ્યા પછી બસ ઉપાડવાનો નિર્ધારિત થયુ હતું. જો કે તેમાં પણ રિપેરિંગ કામ નીકળતા બસ સમયસર ઉપડી ન હતી.

આ ઉપરાંત બગસરાથી રાજકોટ જવા માટે દોઢ વાગ્યે શરૂ થયેલી નવી મીની બસ પણ દોઢ વાગ્યાને બદલે સવા વાગ્યે જ ઉપાડી મૂકવામાં આવી હતી. આમ બગસરા ડેપોમાં જાણે કોઈ ધણીધોરી વગર વહીવટ ચાલતો હોય તેવું જોવા મળી રહ્યું છે. આવા બનાવોને કારણે લોકોમાં પણ એસટીની છાપ નબળી પડતી જાય છે. સરકાર દ્વારા માત્ર ખર્ચ કરવાને બદલે યોગ્ય રીતે સંચાલન થાય તેવું પણ કરવામાં આવે તો લોકો સુધી યોગ્ય સવિધા પહોંચી શકે છે તેઓ મુસાફરોમાં ચર્ચાઇ રહ્યુ હતુ. આ બાબતે મુસાફરોને સુવિધા આપવા માટે કામ કરતી સામાજીક સંસ્થાઓ સક્રિય થઈ યોગ્ય રજૂઆત કરે તેવી પણ માંગ થઇ રહી હતી.

X
Bagasara - બગસરામાં ST બસ ચાલે છે કર્મીઓનાં સમયપત્રક મુજબ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App