તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પિતાએ બાઇક ફેરવવાની ના પાડી દેતાં પુત્રએ માર માર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા તાલુકાનાં નાળની ઘટના : વલારડીમાં યુવક પર હુમલો

ક્રાઇમ રીપોર્ટર | સાવરકુંડલા

સાવરકુંડલાતાલુકાના નાળ ગામે એક દલીત આધેડે પોતાના પુત્રને બાઇક ફેરવવાની ના પાડતા પુત્રએ તેમને માથામાં પાઇપનો ઘા મારી ગંભીર ઇજા પહોંચાડ્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે. જ્યારે બાબરાના વલારડીમાં યુવક પર ઉઘરાણીના મુદે લાકડી વડે હુમલો થયો હતો.

પુત્રએ પિતાને માથામાં પાઇપનો ઘા ઝીંક્યાની ઘટના સાવરકુંડલા તાલુકાના નાળ ગામે ગઇકાલે બપોરે એકાદ વાગ્યાના સુમારે બની હતી. અહિં રહેતા મનુભાઇ પીઠાભાઇ બગડા (ઉ.વ. 55) નામના આધેડ પર તેના સગા પુત્ર ધનાએ હુમલો કર્યો હતો. મનુભાઇએ ધનાને મોટર સાયકલ ફેરવવાની ના પાડી હતી. જેના કારણે તે ઉશ્કેરાઇ માથામાં પાઇપનો ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડતા તેને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે. તેમને બારામાં પુત્ર સામે ફરીયાદ નોંધાવતા વંડા પોલીસે તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

આવી એક અન્ય ઘટના બાબરા તાલુકાના વલારડીમાં બની હતી. જ્યાં વિશાળ ડાયાભાઇ પરમાર નામના યુવાન પર રમેશ ખોડાભાઇ પરમાર નામના શખ્સે લાકડી વડે હુમલો કરી માર મારી ઇજા પહોંચાડી હતી. બન્ને સાથે કડીયાકામ કરતા હોય તેના સામાનની ઉઘરાણીના મુદે બોલાચાલી કરી તેણે હુમલો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...