તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બજેટને કોંગ્રેસે વખોડ્યું તો ભાજપે આવકાર્યુ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસરકાર દ્વારા તથા કેન્દ્ર સરકાર દ્વારા વાર્ષીક બજેટ રજુ કરતા બજેટને રાજ્યની તથા દેશની જનતાએ આવકારી આનંદ વ્યકત કર્યો છે. ત્યારે બાબરા તાલુકા ભાજપ પ્રમુખ અને માજી ધારાસભ્ય વાલજીભાઇ ખોખરીયાએ સરકારના બજેટને ખેડુતલક્ષી અને ગરીબલક્ષી ગણાવી દેશની જનતા માટે અચ્છેદીન આપનારૂ બજેટ ગણાવ્યુ હતુ.

ત્યારે બાબરામા જાગૃત કોંગી મહિલા નગર સેવિકા મુમતાઝબેન ભોજવાણીએ સરકારના બજેટને દિશાહિન ગણાવ્યુ હતુ. અને જણાવ્યુ હતુ કે ભાજપના શાસનમા મોંઘવારી આસમાને આંબી છે. ગરીબ અને મધ્યમ વર્ગોને બે છેડા ભેગા કરવામા પરસેવો પડી જાય છે.

અન્ય સમાચારો પણ છે...