તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાબરા મામલતદાર કચેરીમાં વિદાય સમારોહ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કર્મચારીઓને શાલ મોમેન્ટો આપી સન્માનિત કરાયા

ભાસ્કર ન્યુઝ. બાબરા

બાબરામામલતદાર કચેરીમા ફરજ બજાવતા કર્મચારીઓની બદલી થતા મામલતદાર કચેરી સ્ટાફ તથા મધ્યાહન ભોજન સંચાલકો દ્વારા મામલતદારના અધ્યક્ષ સ્થાને વિદાય સમારંભનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા તમામને શાલ, મોમેન્ટો તથા સાકરનો પડો આપી વિદાય આપવામા આવી હતી.

બાબરા મામલતદાર કચેરીમા મધ્યાહન ભોજન શાખામા કલાર્ક તરીકે ફરજ બજાવતા પુજાભાઇ ગઢવીની જિલ્લા સુરત ખાતે બદલી થવા પામી છે. સાથે-સાથે સીટી તલાટી બી.જી.ખાચરની ખાંભા ખાતે બદલી થતા તેમજ રેવન્યુ તલાટી હિતેષભાઇની લાઠી ખાતે બદલી થતા સ્ટાફ દ્વારા ભાવભરી વિદાય આપી હતી. શહેરના ગેબી વિસામા આશ્રમ ખાતે વિદાય સમારંભનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા લીલીયા નાયબ મામલતદાર પી.એલ.મારૂ, અમરેલી નાયબ મામલતદાર વિજયાબેન પરમાર બાબરા મામલતદાર કચેરીના મામલતદાર આઇ.જી.વાળા, ડી.ડી.વ્હોરા તથા કે.જી.વાછાણી સહિત કચેરીના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

બાબરા મામલતદાર કચેરીના ત્રણેય કર્મચારીઓને શાલ, મોમેન્ટો, શ્રી ફળ તથા સાકરનો પડો આપી ભાવભરી વિદાય આપી હતી. તેમજ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન અરવીંદભાઇ ત્રીવેદી દ્વારા કરવામા આવ્યુ હતુ.

કર્મચારીઓએ શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. }રાજુ બસીયા

અન્ય સમાચારો પણ છે...