તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • બાબરામાં તા. 1 માર્ચથી ઉત્કર્ષ મહિલા સંઘ દ્વારા તાલીમ વર્ગોનું આયોજન કરાયું

બાબરામાં તા. 1 માર્ચથી ઉત્કર્ષ મહિલા સંઘ દ્વારા તાલીમ વર્ગોનું આયોજન કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મહિલાઓ માટે વિનામુલ્યે પ્રવાસ અંતર્ગત મીટીંગનું આયોજન કરાયું

ભાસ્કર ન્યુઝ. અમરેલી

બાબરાખાતે ઉત્કર્ષ મહિલા સંઘના મંજુલાબેન શાહ અને મધુબેન સાંગાણીના માર્ગદર્શન હેઠળ મહિલાઓ માટે અનેકવિધ પ્રવૃતિઓ કરવામા આવી રહી છે. જે અંતર્ગત અમરેલી ખાતે આત્મા પ્રોજેક્ટ, બાગાયત અને ખેડુત તાલીમ વર્ગના સંયુક્ત ઉપક્રમે સેમીનાર યોજવામા આવ્યો હતો. જે પ્રદર્શનમા પશુપાલન, કેનિંગ, બાગાયત, આત્મા પ્રોજેક્ટ અને ખેતી વિષયક માહિતી મેળવવા તથા તેના અમલીકરણ માટે સંઘના 30 બહેનોએ ભાગ લીધો હતો.

સ્ત્રી શક્તિને ઉજાગર કરતી પ્રવૃતિઓને વેગ આપવા તમામ બહેનો કટીબધ્ધ બન્યા છે. સેમીનારમા મધુબેન સાંગાણીએ જણાવ્યુ હતુ કે નારી શક્તિની સીમા નથી ઝાંસીની રાણી, ચાંદબીબી, ઇન્દીરા ગાંધી તથા સરોજીની નાયડુ વિગેરે જેવા નારી શકિતના ઉત્તમ ઉદાહરણ છે. નારી શક્તિના ઉત્તમ નારી શક્તિ ખંજર અને તલવાર પણ લઇ શકે છે. અને મીઠી જીભ વડે ભલભલા દુશ્મનોને મિત્ર પણ બનાવી શકે છે.

બહેનોને લગતી તમામ પ્રવૃતિઓની પ્રગતિકારક તાલીમ ભર્યુ જીવન જીવવા શક્તિમાન બને છે. છેલ્લા સાત વર્ષથી બાગાયત દ્વારા કેનિંગ કલાસમા બાબરાના બહેનો સંપુર્ણ લાભ લઇ પોષક આહારની વાનગીઓ બનાવી આરોગ્યસભર તંદુરસ્તી મેળવી શકે છે.

બાબરા ખાતે આગામી તા. 1ના રોજથી ઉતકર્ષ મહિલા સંઘ દ્વારા રાહત ભાવે શિવણ તથા પાર્લરના તાલીમ વર્ગો શરૂ થનાર છે. તથા આગામી તા. 11ના રોજ મહિલાઓ માટે વિનામુલ્યે પ્રવાસ માટેનુ પણ આયોજન કરાશે જે અંતગર્ત એક મીટીંગનુ પણ આયોજન તા. 8ના રોજ કરવામા આવ્યુ છે. જેમા ઉપસ્થિત રહેવા સંઘની યાદીમાં જણાવાયુ છે.

અન્ય સમાચારો પણ છે...