• Gujarati News
  • Local
  • Gujarat
  • Amreli
  • Babra
  • કોટડાપીઠામાં બીએસએનએલના ધાંધીયાથી શહેરીજનો ત્રાહીમામ

કોટડાપીઠામાં બીએસએનએલના ધાંધીયાથી શહેરીજનો ત્રાહીમામ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરાતાલુકાના કોટડાપીઠામા બીએસએનએલના ધાંધીયાથી લોકો ત્રસ્ત બની ગયા છે. અહી વારંવાર લેન્ડલાઇન અને મોબાઇલ સેવા ખોરવાઇ જતી હોવાથી લોકોના અગત્યના કામો ટલ્લે ચડી જાય છે. અનેક વખત રજુઆતો કરવામા આવી હોવા છતા તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામા નથી આવતી. અહી રવિવારે એક્ષચેંજમા કોઇ અધિકારી કે કર્મચારી હાજર રહેતા હોવાથી ફોલ્ટ આવે તો દુર થઇ શકતા નથી.

કોટડાપીઠામા છેલ્લા કેટલાક સમયથી બીએસએનએલના ધાંધીયાથી લોકો તોબા પોકારી ઉઠયાં છે. વારંવાર ફોલ્ટ સર્જાતા લેન્ડલાઇન અને મોબાઇલ સેવાને અસર પહોંચે છે. જેના કારણે એક્ષચેંજ હેઠળ આવતા ગ્રામ્ય વિસ્તારોના લોકોને પણ હાડમારી વેઠવી પડે છે. વારંવાર ટેલીફોન સેવા ખોરવાઇ જતી હોય કોટડાપીઠા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોને ભારે અગવડતા વેઠવી પડે છે પ્રશ્ને અનેક વખત રજુઆત પણ કરવામા આવી હતી.

અહી એક્ષચેંજમા રવિવારે કોઇ જવાબદાર કર્મચારી હાજર રહેતા હોવાથી જયારે ફોલ્ટ સર્જાય ત્યારે સેવા બંધ થઇ જાય છે અને શરૂ થઇ શકતી નથી. અનેક લોકો બીએસએનએલની પ્રકારની સેવાથી તોબા પોકારી ઉઠયાં છે ત્યારે તંત્ર દ્વારા તાકિદે લોકોને નિયમિત ટેલીફોન સેવા મળતી રહે તેવી માંગણી કરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...