તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇંગોરાળામાં રોડ પર સિંહે કર્યુ ગાયનંુ મારણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ખાંભાતાલુકાના ઇંગોરાળા ગામ નજીક માર્ગ પર એક સિંહ આવી ચડયો હતો. સિંહે અહી એક રેઢીયાર ગાયનુ મારણ કર્યુ હતુ. સિંહે માર્ગની વચ્ચે મારણ કર્યુ હોય અહી અડધી કલાક સુધી ટ્રાફિક જામની સ્થિતી સર્જાણી હતી. બાદમાં વનવિભાગનો સ્ટાફ અહી દોડી આવ્યો હતો અને મારણ અને સિંહને માર્ગ પરથી દુર ખસેડવાની કાર્યવાહી કરી હતી. ઇંગોરાળા ગામે માર્ગ વચ્ચે ગતરાત્રીના ત્રણેક વાગ્યાના સુમારે એક સિંહ આવી ચડયો હતો. શિકારની શોધમા નીકળેલા સિંહે અહી આંટાફેરા મારી રહેલી રેઢીયાર ગાયનુ મારણ કર્યુ હતુ અને માર્ગની વચ્ચે મિજબાની માણવા બેસી ગયો હતો. જેને પગલે અહીથી પસાર થતા વાહન ચાલકોને અડધી કલાક સુધી થંભી જવુ પડયુ હતુ.

ઘટનાને પગલે વનવિભાગનો સ્ટાફ અહી દોડી આવ્યો હતો. પ્રથમ સિંહને મારણથી દુર ખસેડવાની કામગીરી કરવામા આવી હતી બાદમાં મારણ નજીકના સ્થળે ખસેડી દેવામા આવ્યું હતુ જેને પગલે માર્ગ ખુલ્લો થયો હતો. અહીથી રાત્રીના વાહન લઇને પસાર થઇ રહેલા બાબરાના એક ચાલકે જણાવ્યું હતુ કે માર્ગ પર સિંહે મારણ કર્યુ હોય અડધી કલાક સુધી વાહન ઉભુ રાખી દેવાની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો