• Gujarati News
  • યુવાનની હત્યા કરી માથુ અને ધડ અલગ કરી તળાવમાં દાટી દેતા પોલીસ પણ ચોકી ઉઠી રાજુબસીયા

યુવાનની હત્યા કરી માથુ અને ધડ અલગ કરી તળાવમાં દાટી દેતા પોલીસ પણ ચોકી ઉઠી / રાજુબસીયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવાનની હત્યા કરી માથુ અને ધડ અલગ કરી તળાવમાં દાટી દેતા પોલીસ પણ ચોકી ઉઠી / રાજુબસીયા

પોલીસને ગુમ થવા અંગે કરાઇ હતી જાણ

વિરેન્દ્ર બાજુનીવાડીમાં મચ્છી ખાવા માટે ગયા બાદ રાત્રે ઘરે પરત ફર્યો હોય અને તેની સાથે ગયેલા ચારેય શખ્સો અજાણ થઇને ફરતા હોય તેના ગુમ થવા અંગે બાબરા પોલીસને જાણ પણ કરવામાં આવી હતી. આદિવાસી મહિલાએ વાડી માલીકની મદદથી બાબરા પોલીસને જાણ કરી હતી.

તાજી ખોદાયેલી માટીએ ભેદ ખોલ્યો

ચારેયશખ્સોએવિરેન્દ્ર સાથે કંઇક અજુગતુ કર્યુ હોવાની આશંકાએ તેનો પરિવાર, વાડી માલીક તથા પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં સઘન શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તળાવમાં એક સ્થળે તાજી ખોદાયેલી માટી અને ભેખડ મળી આવતા ત્યાં થોડુ ખોદકામ કરાતા યુવકની લાશ સામે આવી હતી.

દિપલીતુ સુઇ જા, હું પાંચ મીનીટમાં આવું છું કહી પતિ ગયો તે ગયો

ચારેયશખ્સોનાકાવતરાથી અજાણ વિરેન્દ્ર બનાવની સાંજે મચ્છી ખાવા માટે બાજુની વાડીએ ગયો હતો. રૂમાલ અને ગુલામ તેને બાઇક પર લેવા આવ્યા ત્યારે દિપલી તુ સુઇ જા હું પાંચ મીનીટમાં આવું છું તેમ કહી તે ઘરેથી નિકળ્યો હતો. પરંતુ ત્યારબાદ તે પરત ફરી શક્યો હતો.

હત્યારાઓબની ગયા અજાણ

રાતનાસમયેવિરેન્દ્રની હત્યા કરી ચારેય શખ્સો જાણે ઘટના બની હોય તેમ અજાણ બની ગયા હતાં. બીજે દિવસે બપોરે રાજુ બાઇક લઇને દિપુ પાસે પહોંચ્યો હતો અને મામો ઘરે આવ્યો નથી ? તેવો સવાલ પુછ્યો હતો.