• Gujarati News
  • { બહેન કપડા ધોઇ રહી હતી અને યુવાનને તરતા આવડતુ હોઇ ડુબતો જોતા રાડો રાડ કરી મુકી

{ બહેન કપડા ધોઇ રહી હતી અને યુવાનને તરતા આવડતુ હોઇ ડુબતો જોતા રાડો રાડ કરી મુકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાબરામાંમફતીયાપરામાં રહેતો એક દેવીપુજક યુવાન તાઇવદર ગામે પોતાના બહેનના ઘરે આંટો મારવા ગયો હોય આજે નદીએ ન્હાવા માટે જતા તેનુ ડૂબી જવાથી મોત નિપજયું હતુ. યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે બાબરા દવાખાને ખસેડવામા આવી હતી.

દેવીપુજક યુવકનુ નદીમાં ડૂબી જવાથી મોતની ઘટના બાબરા તાલુકાના તાઇવદર ગામે બની હતી. બાબરામાં મફતીયાપરામા રહેતો વિજય બટુકભાઇ કાવઠીયા (ઉ.વ.19) નામનો દેવીપુજક યુવાન તેની બહેનના ઘરે તાઇવદર ગામે આંટો મારવા ગયો હતો.

ત્યારે આજે તેની બહેન ચકુબેન વિજયને કપડા ધોવા માટે સાથે નદીએ લઇ ગઇ હતી. ચકુબેન નદીએ કપડા ધોઇ રહી હતી ત્યારે વિજય નદીના પાણીમાં ન્હાવા માટે પડયો હતો પરંતુ તેને તરતા આવડતુ હોય ઉંડા પાણીમાં ગરક થવા લાગતા ચકુબેને રાડારાડ કરી મુકી હતી. જો કે વિજયને કોઇ બહાર કાઢે તે પહેલા તે પાણીમાં ડૂબી ગયો હતો. મૃતક યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે બાબરા સરકારી દવાખાને ખસેડવામા આવી હતી. બનાવ અંગે ટાઉન જમાદાર ગઢવીભાઇ અને મોરીભાઇ તપાસ ચલાવી રહ્યાં છે. યુવાનનું નદીમાં ડૂબી જતાં મોત થવાથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ હતી.

બાબરાથી બહેનના ઘરે મળવા ગયો હતો અને ન્હાવા જતાં બનેલી ઘટના

બહેનની નજર સામે ભાઇનું મોત નિપજતા અરેરાટી

તાઇવદરમાં યુવકનું નદીમાં ડૂબી જતા મોત