તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇંગોરાળાનો રીવરમેન રઘવાયો થયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીએસઆઇ ગામનાં ચોકમાં લોકોનાં નિવેદન લઇ રહ્યા હતા અને જે.પી.ઠેશીયાએ ધસી આવી મારી નાંખવાની ધમકી આપી

જૂની ચલણી નોટ જમા કરવાની ના પાડતાં ઉદ્યોગપતિએ આચાર્ય પર હુમલો કર્યા બાદ ફોજદારને લાફા ઝીંકયા

500-1000ની નોટ બંધ થયા બાદ મોટા લોકો નાના કર્મચારીઓનાં ખાતામાં રૂપિયા જમા કરાવી રહ્યા છે

બાબરાતાલુકાનાં ઈંગરોળા ગામનાં વતની અને ઉદ્યોગપતિ જે.પી.ઠેશીયાએ પ્રાથમિક શાળાનાં આચાર્યને તેમનાં ખાતામાં જૂની ચલણી નોટ જમા કરવાનું કહેતા અને આચાર્યએ ના પાડતા ગઇકાલે શુક્રવારે બેઝબોલ વડે માર માર્યા બાદ જાણે સુરાતન ચડ્યું હોય એમ પોતાના હાથમાં કાયદો લઇ બાબતે નિવેદન લેતા પીએસઆઇ રામાવતને જાહેરમાં લાફો ઝિંકી દેતા ઠેશીયાની ધરપકડ કરાઇ છે.

ઇંગોરાળાના જાણીતા દાતા અને ઉદ્યોગપતિ જે.પી. ઠેશીયા હાલમાં ભારે વિવાદમાં છે. બે દિવસમાં તેમના સામે હુમલો કરવા સબબ બે પોલીસ ફરીયાદ નોંધાઇ છે અને હુમલો પણ તેમણે શાળાના આચાર્ય અને પીએસઆઇ જેવી વ્યક્તિ પર કર્યો છે. અહિંની શાળાના આચાર્ય સાથે બોલાચાલી થયા બાદ તેમણે હુમલો કરી માર મારતા બાબરા પોલીસમાં ફરીયાદ નોંધાઇ હતી. જે અંગે તપાસ કરવા પીએસઆઇ રામાવત સ્ટાફ સાથે આજે ઇંગોરાળા દોડી ગયા હતાં. પીએસઆઇ રામાવત ગામના ચોકમાં લોકોના જવાબ લખી રહ્યા હતાં તે વખતે જે.પી. ઠેશીયા ગામમાં અહિં ધસી ગયા હતાં અને જવાબ લખાવતા લોકોને અપશબ્દો બોલી કોઇએ મારા વિરૂધ્ધ જવાબ લખાવ્યા તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી. સમયે પોલીસકર્મીઓએ અમને અમારૂ કામ કરવા દો તેમ કહેતા ઠેશીયાએ પીએસઆઇને પણ તમાચો જડી દીધો હતો તથા અન્ય પોલીસકર્મીઓને પણ માર માર્યો હતો. એક પોલીસકર્મીને તો બેઝબોલના ધોકાથી માર માર્યો હતો.

પંચોને ધમકાવી પોલીસકર્મીઓ પર હુમલો કર્યો છે : પીએસઆઇ

પીએસઆઇરામાવતે દિવ્ય ભાસ્કરને જણાવ્યુ હતું કે ગઇકાલે શાળાના આચાર્ય પર કરેલા હુમલાના કેસમાં જે.પી. ઠેશીયાની આજે ધરપકડ કરાઇ છે અને કાલે જજ સમક્ષ રજુ કરાશે. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે આજે પોલીસની ટુકડી તપાસમાં હતી ત્યારે પંચોને ધમકાવી જે.પી. ઠેશીયાએ તેમના સહિતના પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો.

બાબરા પોલીસ ગઇકાલની ઘટના અંગે નઝરે જોનારા લોકોના જવાબ લેવા ગઇ ત્યારે પણ જે.પી. ઠેશીયાએ પોલીસ કર્મચારીઓ પર હુમલો કરી હદ કરી નાખી હતી. જેને પગલે પોલીસે તેની ધરપકડ કરી હતી.

સાત ગામનાં લોકોએ ઠેશીયાનાં સમર્થનમાં આવેદન આપ્યું

જે.પી.ઠેશીયા ઇંગોરાળા તથા આસપાસના ગામોમાં ભારે લોકપ્રીયતા પણ ધરાવે છે. આજે તેમના સમર્થનમાં સાતથી આઠ ગામના લોકો બાબરા દોડી આવ્યા હતાં. મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરૂષો બાબરા પોલીસ મથકે દોડી ગયા હતાં અને કેસમાં જે.પી. ઠેશીયાને વહેલી તકે મુક્ત કરી દેવામાં આવે તેવી માંગણી કરી હતી. લોકો બાદમાં મામલતદાર કચેરીએ પણ દોડી ગયા હતાં અને તેમના સમર્થનમાં આવેદન પાઠવ્યુ હતું.

પોલીસકર્મીના હાથ પર બટકુ ભર્યું

આજેબાબરા પોલીસ ઇંગોરાળામાં તપાસ કરી રહી હતી ત્યારે જી.પી. ઠેશીયાએ પોલીસકર્મી સંજયભાઇ મકવાણાના હાથ પર બટકુ ભરી લીધુ હતું. પીએસઆઇ રામાવતને તમાચો ઝીંક્યો હતો અને અન્ય એક પોલીસકર્મી વલ્લભભાઇને બેઝબોલનો ધોકો મારી લીધો હતો. તસ્વીર-રાજુ બસીયા

જે.પી. ઠેશીયાની ધરપકડ કરાઇ

અન્ય સમાચારો પણ છે...