જીએસટી મુદ્દે આજે જિલ્લો બંધ
રાજુલા, જાફરાબાદ અને વડીયા શહેરનાં વેપારીઓ બંધમાં નહિ જોડાય
કેન્દ્રસરકાર દ્વારા જી.એસ.ટી ટેક્ષનો કાયદો અમલીકરણ કરવા જઇ રહ્યા છે. ત્યારે હાલ કોઇ અધિકારી/ સી.એ/ સેલટેક્ષ વકીલો તથા વેપારીઓને કોઇ પણ માહિતી નથી. અને જી.એસ.ટીનો ઉચ્ચો સ્લેબ 28 ટકાનો છે. તો દર કોઇપણ સામાન્ય માણસને પણ પોશાય નહિ અને ઉચા ટેક્ષથી મોંઘવારી વધશે અને અમલદાર શાહી ફરિથી ચાલુ થશે. હાલની કેન્દ્ર સરકારે ચુંટણી ઢંઢેરામાં અમલદારી શાહિ નાબુદ કરવા વચન આપેલુ છે. અને કાયદાથી ખુબ કનડગત વધશે .
ટેક્ષ ભરવો તે વેપારીઓની નૈતિક ફરજ છે. પરંતુ તેના દર ઘટાડે તથા ટેક્ષ ભરવામાં કોઇ પરેશાની રહે તેવી રીતે ટેક્ષનાં સ્લેબ બનાવે તેવી અમરેલી ડીસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે.
આજે અમરેલી ડીસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અપાયેલ અમરેલી જિલ્લા તાલુકા ચેમ્બર ઓફ કોમર્સ- અમરેલી, સાવરકુંડલા, બગસરા, ચલાલા, કુંકાવાવ, બાબરા, લાઠી વિગેરે તાલુકા અને શહેરના ચેમ્બર્સ તથા અમરેલી મહામંડળનાં એસોશીએશન જેમાં અનાજ કરીયાણા મરચન્ટ એસો, ક્લોથ મરચંન્ટ એસો, મીઠાઇ ફરસાણ એસો, ગારમન્ટ એસો, ઓટો પાર્ટસ એસો, મોબાઇલ મરચન્ટ એસો વિગેરે ધંધાર્થીઓ બંધ એલાનમાં જોડાશે. તેમજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે.
ઠેર-ઠેર બંધ મુદ્દે જાહેરમાં બોર્ડ લગાવાયા
3 તાલુકાનાં વેપારીઓ દ્વારા બંધ નહિ પાળવામા આવે
રાજુલા,જાફરાબાદ અને વડીયા તાલુકાના વેપારીઓ અને ચેમ્બર ઓફ કોમર્સ સાથે વાતચિતમાં જણાવ્યુ હતુ. તેઓના તાલુકાઓમાં આજે બંધ નહિ પાળવામાં આવે તેમજ દુકાનો ખુલી રાખવામાં આવશે તેવુ જાણવા મળ્યુ છે.